Only Gujarat

International TOP STORIES

ક્યારે ખતમ થશે કોરોના? વિશ્વના ટોચના 511 વિશેષજ્ઞોએ શું આપ્યો જવાબ?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, વિશ્વમાં કોરોના સંકટ વધુ ઉંડુ થઈ રહ્યું છે. કેટલાક દેશોમાં, કેસોમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ ઘણા દેશો એવા છે કે જ્યાં કેસ વધવાનો ભય રહે છે. એવામાં, ન્યૂયોર્ક ટાઇમ્સે રોગચાળાના 511 નિષ્ણાંતો વચ્ચે એક સર્વે હાથ ધર્યો છે અને તે જાણવાનાં પ્રયાસો કર્યા છે કે, આગામી દિવસોમાં કોરોનાની અસરથી તેમનું જીવન કેવું રહેશે. જો કે, આ રોગચાળાના વૈજ્ઞાનિકોએ લોકો માટે કોઈ માર્ગદર્શિકા જારી કરી નથી, પરંતુ તેમના અંગત જીવન વિશે જણાવ્યું છે.

કેટલાક રોગચાળાના નિષ્ણાંતોએ ડોક્ટરોની મુલાકાત લેવાનું અને નાના ગ્રુપોમાં સામેલ થવાનું શરૂ કર્યું છે. પરંતુ મોટાભાગના રોગચાળાનાં વૈજ્ઞાનિકો કહે છે કે જ્યાં સુધી કોઈ રસી અથવા ટ્રીટમેંટ નહીં આવે ત્યાં સુધી તેઓ મોટા કોન્સર્ટ, સ્પોર્ટ્સ ઈવેન્ટસ, ધાર્મિક કાર્યક્રમોમાં જવું જોઈએ નહી. સારવાર અથવા રસી આવતાં એક વર્ષ લાગી શકે છે.

ઘણાં નિષ્ણાંતોએ કહ્યું કે તેઓ હવે ક્યારેય લોકોને ગળે મળશે નહીં અને હાથ મિલાવશે નહીં. કોરોના સંકટ દરમિયાન દરેક વ્યક્તિ જુદા જુદા સંજોગોમાં જીવે છે. દરેકમાં જોખમ લેવાની ક્ષમતા, અપેક્ષાઓ અલગ અલગ હોય છે. આ સમય દરમિયાન એ જોવાનું જરૂરી હોય છેકે, ટેસ્ટિંગ, કોન્ટેક્ટ ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ કેવી રીતે થઈ રહી છે.

એક્સપર્ટે કહ્યું કે, તેના આધારે જ આ બાબતો અંગે નિર્ણય લઈ શકાય છે. 60 ટકા નિષ્ણાંતોએ કહ્યું હતું કે, ખૂબ જ મહત્વપૂર્ણ અપોઈન્ટમેન્ટ ન હોય તો પણ, તેઓ ઉનાળામાં ડોક્ટરને મળવા જશે.

29 ટકા લોકોએ કહ્યું કે આવી સ્થિતિમાં તેઓ 3 થી 12 મહિના રાહ જોશે. 11 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ એક વર્ષથી વધુ સમય માટે રોકાશે. નજીકમાં કોઈ જગ્યાએ ડ્રાઈવ કરીને એક રાત માટે રજામાં જવા વિશે 56 ટકા નિષ્ણાંતોએ કહ્યું કે, તેઓ ગરમીમાં આવું કરવાનું પસંદ કરશે.

26 ટકા 3થી 12 મહિના બાદ એવું કરશે અને 18 ટકા એક વર્ષ બાદ નાના વેકેશન પર જશે. 19 ટકા એક્સપર્ટે કહ્યું કે, તેઓ સલૂનમાં જઈને વાળ કપાવવા માટે એક વર્ષ સુધી રાહ જોશે, જ્યારે 39 ટકાએ કહ્યું કે, તેઓ 3થી 12 મહિના સુધી રોકાશે. 41 ટકાએ ગરમીઓમાં જ સલૂનમાં જવાની વાત કહી હતી.

નાની ડિનર પાર્ટીને લઈને 46 ટકા એક્સપર્ટે કહ્યું કે, તેઓ 3થી 12 મહિના બાદ એવું કરશે. જ્યારે 32 ટકાએ ગરમીમાં જ નાની ડિનર પાર્ટી આયોજીત કરવાની વાત કહી હતી. પરંતુ 21 ટકા એક્સપર્ટ એક વર્ષ સુધી રોકાવા માટે તૈયાર હતા. તો ગરમીઓમાં 21 ટકા નિષ્ણાતોએ એરટ્રાવેલમાં રસ દાખવ્યો હતો. 44 ટકા નિષ્ણાંતો 3થી 12 મહિના બાદ એર ટ્રાવેલ કરવાનું પસંદ કરશે અને 37 ટકા નિષ્ણાંતોએ એક વર્ષ સુધી રાહ જોવાનું કહ્યું હતું.

You cannot copy content of this page