Only Gujarat

FEATURED National

કેમ આ કિલ્લામાંથી ટપક-ટપક ટપકે છે લોહી, કેમ આવે છે રડવાનો અવાજ?

રોહતાસઃ દુનિયામાં અનેક પ્રાચીન કિલ્લા છે. આ દરેક પ્રાચીન કિલ્લા સાથે કોઇને કોઇ કહાણી જોડાયેલી છે. બિહારના રોહતાસ જિલ્લામાં આવેલ પ્રાચીન કિલ્લા સાથે પણ ખૂબ જ પ્રાચીન અને રોચક કહાણી જોડાયેલી છે. કહેવાય છે કે આ કિલ્લામાંથી લોહી નીકળે છે, કિલ્લાની આસપાસ રહેતા લોકો આ વાતને માને છે. આટલું જ નહીં કેટલાક સ્થાનિક લોકોનું તો ત્યાં સુધી કહેવું છે કે, આ કિલ્લામાંથી કોઇના રડવાનો પણ અવાજ આવતો હતો. આ વાતનો ઉલ્લેખ ફ્રાંસીસી ઇતિહાસકાર બુકાનના દસ્તાવેજમાં પણ કરવામાં આવ્યો છે. શું છે આ કિલ્લાની રહસ્યમય રોચક ગાથા જાણીએ.

આ કિલ્લા એટલો વિશાળ છે કે તેનો ઘેરાવો 45 કિલોમીટર સુધી ફેલાયેલો છે, જેમાં 83 દરવાજા છે અને 1500 મીટર મહેલની ઉંચાઇ છે, જેમાં મુખ્ય ચાર ઘોડાઘાટ, રાજઘાટ, કઠૌતિયાઘાટ તેમજ મેઢાઘાટ છે. દરવાજા પર હાથીના ચિત્રોની કોતરણી અને દરવાજાની દીવાલ પર પણ સુંદર અદભૂત પેઇન્ટિંગ જોવા મળે છે. આ કિલ્લામાં રંગમહેલ, પંચમહેલ, ખૂંટા મહેલ, રાનીનો ઝરૂખો, માનસિંહની કચેરી આજે પણ જોવા મળે છે.

માન્યતા છે કે ત્રેતાયુગમાં બનેલા આ કિલ્લા પર મુઘલોએ પણ રાજ કર્યું હતું. જો કે એ પહેલા આ કિલ્લો વર્ષો સુધી હિન્દુ રાજાઓ હસ્તગત હતો. 16મી સદી દરમિયાન મુઘલોએ તેમના પર તેનો અધિકાર જમાવ્યો અને વર્ષો સુધી કિલ્લા પર રાજ કર્યું.

ઇતિહાસકારના મત મુજબ સ્વતંત્રતા સંગ્રામની પહેલી લડાઇનો શંખ આ કિલ્લાથી ફૂંકાયો હતો. 1857ના સમયે અમર સિંહે અંગ્રેજો સામે વિદ્રોહનું સંચાલન આ કિલ્લાથી કર્યું હતું. આ કિલ્લા સાથે એક એવી માન્યતા જોડાયેલી છે, જે સાંભળીને દરેક લોકો દંગ રહી જાય છે. માન્યતા છે કે 2 હજાર ફૂટની ઉંચાઇ આવેલા આ કિલ્લાની દીવાલ પર લોહી ટપકે છે.

આ કિલ્લા વિશે મળતી માહિતી મુજબ લગભગ 200 વર્ષ પહેલા ફ્રાંસીસી ઇતિહાસકાર બુકાનને રોહતાસનો પ્રવાસ કર્યો હતો. આ સમયે તેમણે કિલ્લાની દીવાલમાંથી નીકળતા લોહીની ચર્ચા તેમની લખેલા દસ્તાવેજમાં કરી હતી.

ફ્રાંસીસી ઇતિહાસકાર બુકાનને કહ્યું હતું કે આ કિલ્લાની દીવાલમાંથી લોહી નીકળે છે.આસપાસ રહેતા લોકો પણ આ વાતથી સહમત છે. આટલું જ નહીં સ્થાનિક લોકોનું કહેવું છે કે થોડા સમય સુધી કિલ્લામાંથી કોઇના રડવાના અવાજો પણ આવતા હતા.

કિલ્લાનો ઇતિહાસઃ કહેવાય છે કે આ કિલ્લાનું નિર્માણ ત્રેતાયુગમાં અયોધ્યાના સૂર્યવંશી રાજા ત્રિશંકુના પૌત્ર તેમજ રાજા હરિશ્ચંદ્રના પુત્ર રોહિતાશ્વએ કર્યું હતું. તેથી આ કિલ્લો રોહતાસ દુર્ગ કે ગઢના નામે વધુ પ્રચલિત છે. ભારતનો આ કિલ્લો સૌથી પ્રાચીન કિલ્લો છે. સન 1539માં શેરશાહ અને હૂમાયુ વચ્ચે યુદ્ધ થયું તો શેરશાહે રોહતાસના સૂર્યવંશી ખરવાર રાજા નૃપતીને નિવેદન કર્યું કે, હાલ હું મુસીબતમાં છું અને કેટલીક મુસ્લિમ મહિલાઓને થોડા દિવસ માટે રોહતાસ દુર્ગમાં રહેવા માટે આશ્રય આપવામાં આવે. આ સમયે પાડોશીના મદદ કરવાના ઇરાદે ખરવાર રાજેએ શેરશાહની વિંનતી સાંભળી લીધી અને ડોલીમાં મહિલાોને બેસાડીને રોહતાસ કિલ્લામાં પહોંચાડવામાં આવી હતી.જો કે આ ડોલીમાંથી કેટલાક શસ્ત્રધારી સૈનિકો કૂદી પડ્યાં હતા અને સૈનિકોએ કિલ્લાના પહેરેદારની હત્યા કરી નાખી ત્યારબાદ શેરશાહ પણ તરત જ પહોંચ્યા અને આ રીતે વિશ્વાસઘાત કરીને કિલ્લા પર કબ્જો કરી લીધો હતો.

ટપકતા રક્તનું શું છે રહસ્ય? બે હજાર ફૂટની ઉંચાઇ પર આવેલ આ કિલ્લા વિશે એવી માન્યતા છે કે, આ કિલ્લાની દીવાલમાંથી લોહી નીકળે છે. ફ્રાંસીસી ઇતિહાસકાર બુકાનને લગભગ બસો વર્ષ પહેલા રોહતાની યાત્રા કરી હતી. ત્યારે તેમણે પથ્થરમાંથી લોહી નીકળવાની વાતનો ઉલ્લેખ તેમના દસ્તાવેજમાં કર્યો છે. જો કે અહીં આસપાસ રહેતા લોકો પણ તેને સત્ય જ માને છે. લોકોનું તો ત્યાં સુધી માનવું છે કે, થોડા સમય સુધી અહીં રાત્રે કોઇના રડવાનો અવાજ આવે છે. લોકોનું માનવું છે કે, રાજા રોહિતાશ્વની આત્મા આ કિલ્લામાં ભટકે છે. જેના કારણે આવી રહસ્યમય ઘટના કિલ્લામાં બને છે. જો કે કિલ્લામાંથી આવતા અવાજો અને દીવાલમાંથી ટપકતું લોહી આ વાત અંધવિશ્વાસ છે કે, સત્ય? એ સવાલનો જવાબ ઇતિહાસની ઘટનામાં જ છુપાયેલો છે.

You cannot copy content of this page