Only Gujarat

FEATURED International

કોરોનાકાળમાં વૈજ્ઞાનિકોએ પૃથ્વીના અંતની કરી જાહેરાત, થશે આ મોટા ફેરફારો

નવી દિલ્હીઃ વર્ષ 2020 ખૂબ જ અપશુકનિયાળ વર્ષ સાબિત થયું છે. આ વર્ષના શરૂઆતથી જ એક પછી એક એવી ઘટના બની કે, દરેકને એવું લાગવા માંડ્યું કે, આ વર્ષ દુનિયાનું અંતિમ વર્ષ જ બની જશે. એપ્રિલના મહિનામાં ઉલ્કાપિંડ પડવાની સાથે જ દુનિયા ખતમ થઇ જવાની અફવા વહેતી થઇ ગઇ હતી. જો કે એવું કંઇ જ થયું નહીં. ફરી એક વૈજ્ઞાનિકે એક નવી તારીખ જાહેર કરીને દુનિયાના અંતની જાહેરાત કરી છે. આ સાથે દુનિયામાં વિનાશ પહેલા કેવા ફેરફાર થશે તે વિશે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આ વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે જ્યારે દુનિયા ખતમ થવાની હશે ત્યારે દુનિયામાં ઠંડીનું પ્રમાણ વધી જશે. અંતરિક્ષમાં પણ ગરમ તારા નહીં બચે અને બધું જ ખતમ થઇ જશે. તો ચાલો જાણીએ કે, આખરે દુનિયાના વિનાશની કઇ તારીખની ભવિષ્યવાણી કરાઇ છે.


એક થ્યોરેટિકલ ફિઝિસિસ્ટે વિનાશની તારીખ શોધી લીધી છે, જ્યારે દુનિયા ખતમ થઇ જશે. તેમણે કેટલાક ડેટા અને સ્ટાર્સના હિસાબે ભવિષ્યવાણી કરી છે. ઇલિનોટસ સ્ટેટ યુનિવર્સિટીના ફિઝિક્સના આસિસ્ટન્ટ પ્રોફેસર મેટ કાપલાને સ્પેસની મૂવમેન્ટનો અભ્યાસ કરીને આ તારીખનો અનુમાન લગાવ્યો છે. જ્યારે ખરેખર આ દુનિયા ખતમ થઇ જશે. તેમણે જણાવ્યું કે જ્યારે દુનિયા ખતમ થવાની હશે, તે પહેલા ઠંડી ખૂબ જ વધી જશે.

તેમણે ભવિષ્યવાણી કરી છે કે જ્યારે ‘બ્લેક ડ્વાર્ફ સ્ટાર’નું અંતિમ સુપરનોવા હશે ત્યારે બ્રહ્માંડ સમાપ્ત થઇ જશે.એટલે કે તે અંતિમ તારો હશે. જે અંતરિક્ષમાં ખતમ થઇ જશે. જો કે તેના માટે હજું 10 ^ 3,2000નો સમય છે. વૈજ્ઞાનિક ભાષામાં આ બહુ લાંબો સમય છે.

તેમના નિષ્કર્ષોની તપાસ કરતા કાપલાને ગણતરી કરી છે કે, મૃત તારા સમય સાથે કેવી રીતે બદલી જશે તેમજ તેમણે જણાવ્યું કે સૂરજથી તૂટેલો એક અંતિમ તારો જ્યારે ખતમ થઇ જશે ત્યારે પૃથ્વી ખતમ થઇ જશે. જો કે, આ ઘટનામાં હજુ અરબો વર્ષનો સમય લાગશે.

કાપલનાએ કહ્યું કે, જ્યારે બ્રહ્માંડનો અંત આવી જશે ત્યારે આ એક ઠંડું અને અંતિમ સ્થાન હશે, જેમાં વધુ બ્લેક હોલ અને સળગતા તારા હશે. સૌથી મોટા તારા સુપરનોવામાં ત્યારે ફૂટે છે જ્યારે કેન્દ્રમાં લોખંડનું નિર્માણ તેમના પતનનું ટ્રિગર કરે છે. જ્યારે થર્મોન્યૂક્લિયર ઇંધનથી બહાર નીકળે છે ત્યારે નાના-નાના તારા અચાનક ગાયબ થઇ જાય છે.

કાપલાને જણાવ્યું કે, અંતરિક્ષમાં સૂરજની ચમક ખતમ થઇ જશે. તે પણ સમયની સાથે ઠંડો પડી જશે તેમજ તેનો પ્રકાશ પણ ઝાંખો થવા લાગશે. ત્યારે પૃથ્વીનો અંત થશે. જ્યારે સૂરજ જ ઠંડો પડી જશે તો પૃથ્વીની દરેક ચીજ ઠંડી પડવા લાગશે. હિમયુગ આવી જશે અને લોકો તેને સહન નહીં કરી શકે. આ રીતે પૃથ્વીનો અંત થઇ જશે.


જો કે આ બધી જ ઘટના માટે હજુ લાંબો સમય બાકી છે. વૈજ્ઞાનિકે સમયનો અંદાજ લગાવતા જણાવ્યું કે, હજું આ તમામ ઘટના ઘટવા માટે 10થી 11 હજાર વર્ષનો સમય બાકી છે. જો કે ત્યાં સુધી પૃથ્વી ખતમ નહીં અને કોઇ ઉલ્કાપિંડ તેનો નાશ નહીં કરી શકે.

You cannot copy content of this page