Only Gujarat

FEATURED Sports

ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશાના પુત્રને ગિફ્ટમાં મળી લક્ઝૂરિયસ કાર

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની નતાસા સ્ટેનકોવિકે 30 જુલાઇએ પુત્રને જન્મ આપ્યો. બંનેએ નવા વર્ષે સગાઇ કરી અને લોકડાઉન દરમિયાન લગ્ન કર્યા હતા. બંને કપલ સેલિબ્રેશન મોડમાં છે. હાર્દિકના પિતા બનતાની સાથે જ સેલેબ્સ તેને બધાઇ આપી રહ્યાં છે. હાર્દિકે હવે પોતાના પુત્રનું નામનો ખુલાસો કર્યો છે. તેઓએ ઇંસ્ટાગ્રામ સ્ટોરીમાં ફોટો પોસ્ટ કરી ફેન્સને પોતાનું નામ જણાવ્યું છે.

તેઓએ પોતાના પુત્રનું નામ અગસ્ત્ય (Agastya Pandya) રાખ્યું છે. હાર્દિકે પોતાની કહાનીમાં પોતાના પુત્ર અગસ્ત્ય માટે ટોય મર્સિડીઝ-એએમજી મોકલવા માટે કાર ડીલરશિપ સ્ટોરનો આભાર વ્યક્ત કર્યો.

આ મહિનાની શરૂઆતમાં ગુજરાતના આણંદમાં હોસ્પિટલના સ્ટાફ સાથે પુત્રના જન્મની ઉજવણી કરી હતી. જેની તસવીરો તેઓએ ટ્વીટર પર શેર કરી હતી. તેમની પત્ની નતાશાએ કેક કાપી અને હોસ્પિટલના સ્ટાફની સાથે સેલિબ્રેટ કર્યું.

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયનન્સ માટે રમે છે. તો પોતાની પત્ની નતાસા એક સર્બિયન મોડલ-અભિનેત્રી છે. તેઓએ બીગ બોસની સાથે મનોરંજન ક્ષેત્રે શરૂઆત કરી અને સત્યાગ્રહ, ફૂકરે રિટર્ન્સ અને ધ બોડીમાં સ્પેશિયલ ડાન્સ સિક્વેન્સિસ કરતી નજર આવી હતી. છેલ્લે તે ડાંસ પર આધારિત રિયાલિટી શો નચ બલીએ 9માં નજર આવી હતી.

હાર્કિકના બાળકનો જન્મ આકાંક્ષા હોસ્પિટલ અને રિસર્ચ ઇંસ્ટીટ્યુટમાં થયો. શેર કરવામાં આવેલી તસવીરોના કેપ્શનમાં હાર્દિકે હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો છે.

તસવીરોના કેપ્શનમા હાર્દિકે લખ્યું- ખાસ આનંદની આકાંક્ષા હોસ્પિટલનો આભાર, છેલ્લા એક સપ્તાહમાં તમે લોકોએ એ વાતનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું કે ઘરેથી પણ ઘર જેવો જ અનુભવ કરી શકીએ. હાર્દિકે તેમના બાળકને આ દુનિયામાં લાવવા માટે ડોક્ટરોનો આભાર માન્યો અને લખ્યું કે તેઓ તેમના હંમેશા આભારી રહેશે.

થોડા દિવસ પહેલા હાર્દિકે પોતાની પત્ની સાથે એક તસવીર શેર કરી હતી જેમા તેઓ એક બીજા સાથે નજર આવી રહ્યાં હતા. તસવીરના કેપ્શનમાં તેઓએ લખ્યું કે ગુલાબ મારી ગુલાબ માટે.

તસવીરોમાં હોસ્પિટલ બ્લૂ અને સફેદ ફુગ્ગાથી સજેલી નજર આવી રહી છે અને બેકગ્રાઉન્ડમાં બેબી બોય લખેલું દેખાઇ રહ્યું છે. ફોટોઝમાં નતાશા અને હાર્દિક કેક કાપતા નજર આવી રહ્યાં છે.

હાર્દિક પંડ્યાએ એક તસવીર પોતાના ઇંસ્ટા સ્ટોરી પર પણ શેર કરી છે જેમાં તેમનું બાળક પારણામાં ઝૂલતું નજર આવી રહ્યું છે. આ તસવીર ઘરની છે અને તેઓએ પોતાની તસવીરના કેપ્શનમાં આભાર લખ્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page