Only Gujarat

Bollywood FEATURED

પત્રકાર પોપટલાલની ગઈ નોકરી, હવે શાકભાજી વેચીને શોધી રહ્યાં છે કન્યા

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં પોપટલાલનું જીવન સંપૂર્ણપણે હચમચી ઉઠ્યું છે. બીજાની દુનિયાને હચમચાવી નાખનારા પોપટલાલ આ સમયે પોતાને સંભાળવામાં સક્ષમ રહ્યા નથી. લોકડાઉનને કારણે તૂફાન એક્સપ્રેસમાંથી તેમની નોકરી જતી રહી છે. પોપટલાલ તેમના નવા કામનાં સ્થળ પર સખત મહેનત કરી રહ્યા છે.

તેઓ કાર રિપેરિંગ શીખવા માટે તમામ પ્રયાસો કરી રહ્યો છે. સોઢી પણ પોપટલાલને આ કામમાં કરવામાં દરેક રીતે સહયોગ કરી રહ્યા છે. આમ છતાં, પોપટલાલને સોઢીનાં ગેરેજમાં કામ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આવી જ એક ઘટનામાં, પોપટલાલ એક હથોડી અને જેકની મદદથી ટાયરના સ્ક્રૂ કાઢવાનો પ્રયાસ કરે છે, પણ તેને અચાનક જ તેના હાથમાં રહેલી હથોડી તૂટી જાય છે. અને હવામાં ઉછળી જાય છે. હવામાં ઉછળેલો હથોડો કોઈના માથા પર પડી જાય એવા વિચારથી ગેરેજનાં બધા જ લોકો ડરને કારણે આમ-તેમ આશ્રય શોધવા લાગે છે.

સદભાગ્યે કોઈને ઈજા થતી નથી. પરંતુ આ ઘટના પછી, પોપટલાલ અને ગેરેજના તમામ કર્મચારીઓ માને છે કે મિકેનિકનું કામ પોપટલાલ માટે યોગ્ય નથી. પોપટલાલ નિરાશ થઈને ત્યાંથી રવાના થયા પણ તે હજી હિંમત હાર્યા નથી અને નવી નોકરી મેળવવાનો તેમનો સંઘર્ષ હજી પણ ચાલુ છે.

પોપટલાલ તેના ઘરની બાલ્કનીમાં આ વિશે વિચારી રહ્યા હોય છે કે, તેની નજર કમ્પાઉન્ડમાં એકઠી થઈને શાકભાજી ખરીદવા આવેલી મહિલા મંડળ પર પડે છે. તેમના ધ્યાનમાં આવ્યું છે કે જે મહિલા શાકભાજી વેચે છે તેને શાકભાજીના નામ અને ભાવ સિવાય કોઈ ખાસ માહિતીની જરૂર હોતી નથી.

આ સિવાય ભાગ્યે જ કોઈ પુરુષ શાકભાજી લેવા બહાર આવે છે. પોપટલાલને અચાનક ખ્યાલ આવ્યોકે, આનાથી તેમને મહિલાઓને મળવાની સુવર્ણ તક પણ મળી શકે છે, અને તેનાથી તેમને જીવનસાથી મેળવવાનું તેમનું સપનું પણ સાકાર થઈ શકે છે.

પોપટલાલ તેની આ નવી નોકરી અને જીવનસાથી મેળવવાના વિચારમાં ખૂબ ઉત્સુક થઈ ચૂક્યા છે અને તેથી તે કોઈપણ હદ સુધી જઈ શકે છે. હવે જોવાનું એ રહ્યું કે, શું પોપટલાલ ખરેખર આ બધું મેળવવા શાકભાજી વેચે છે કે કેમ?

ગોકુલધામ સોસાયટીના સભ્યો પોપટલાલને કેવી રીતે મદદ કરશે તે જાણવા માટે, સોમવારથી શુક્રવારે સાંજના 8:30 વાગ્યે તારક મહેતાનાં ઉલ્ટા ચશ્મા ફક્ત સબ ટીવી પર જોતા રહો.

You cannot copy content of this page