Only Gujarat

Bollywood FEATURED

કોમેડી કિંગ કપિલના ઘરે ફરી બંધાશે પારણું? ગિન્નીને જાય છે સાતમો મહિનો?

મુંબઈઃ કોમેડિ કિંગ કપિલ શર્માના પરિવારમાં જલદી જ એક નાનો મહેમાન સામેલ થશે. કપિલ એકવાર ફરી પિતા બનવા જઈ રહ્યો છે. કપિલની પત્ની બીજીવાર પ્રેગ્નન્ટ છે અને જાન્યુઆરી 2021માં તેમની ડ્યૂ ડેટ છે. મળતી માહિતી મુજબ, કપિલની મા મુંબઈ આવી ગઈ છે અને જલદી જ તેમનો બાકીનો પરિવાર પણ મુંબઈ આવવાનો છે.

કરવાચોથના દિવસે કપિલના નજીકના ફ્રેન્ડ્સ ભારતી સિંહ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવ્યાં હતાં. લાઇવ સ્ટ્રીમના અંતમાં થોડીવાર માટે ગિન્ની ચૈત્રથ પણ જોવા મળી હતી અને તેમનું બેબી બંપ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભારતી, ગિન્ની અને અન્ય કેટલાક સેલેબ્રિટીઝ સાથે કરવાચોથની ઉજવણી કરી હતી. ત્યાં સુધી કે દિવાળીના ફોટોમાં પણ ગિન્ની પોતાનું બેબી બંપ કવર કરતી જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, કપિલ અને ગિન્નનું બીજુ બાળક હશે. બંનેને પહેલાં એક દીકરી છે જેનું નામ અનાયરા રાખ્યું હતું. અનાયરા ડિસેમ્બર મહિનામાં એક વર્ષની થશે.

અનાયરાનો જન્મ 10 ડિસેમ્બરે થયો હતો. આ ઉપરાંત 12 ડિસેમ્બરે કપિલ શર્મા અને ગિન્ની ચૈત્રથ પોતાના લગ્નની બીજી એનિવર્સરી સેલિબ્રેટ કરશે.

કપિલ શર્મા હાલમાં જ દિવાળી પહેલાં ગોલ્ડન ટેમ્પલ ગયો હતો. કપિલે ગોલ્ડન ટેમ્પથી પોતાનો એક ફોટો પણ શેર કર્યો હતો. જે ખૂબ જ વાઇરલ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, કપિલ શર્માએ હાલમાં જ ઘણું વજન ઓછું કર્યું છે. અર્ચના પૂરણ સિંહે પોતાના એક વીડિયોમાં જણાવ્યું કે, કપિલ શર્માએ પોતાનું 12 કિલો સુધી વજન ઓછું કર્યું છે.

You cannot copy content of this page