Only Gujarat

Bollywood

22 વર્ષ પછી આવો દેખાવા લાગ્યો કાજોલનો ‘દગાખોર મંગેતર’, હાલ કરે છે આ કામ

મુંબઈઃ વર્ષ 1998માં રિલીઝ થયેલી કાજોલ અને અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘પ્યાર તો હોના હી થા’ તે સમયની હિટ ફિલ્મોમાંથી એક હતી. જેમાં કાજોલના મંગેતર રાહુલનો રોલ આજે પણ લોકોને યાદ હશે, જેને લીધે ફિલ્મમાં એક્ટ્રસને પ્લેનની સફર કરવી પડે છે અને તેમની મુલાકાત અજય સાથે થાય છે. તે પ્લેનમાં સફર કરવાથી ડરે છે, પણ પ્રેમ માટે તે ડર પર વિજય મેળવે છે. ‘પ્યાર તો હોના હી થા’નો આ સીન દરેક લોકોને યાદ હશે. આ ફિલ્મને 22 વર્ષ થઈ ગયા છે. આ ફિલ્મના એક્ટરનો લુક પણ બદલાઈ ગયો છે. એવામાં રાહુલનો રોલ પ્લે કરનારા એક્ટર વિજય આનંદ અત્યારે કેવો દેખાય છે અને શું કરે છે તેના વિશે જણાવીએ.

વિજય આનંદે ‘પ્યાર તો હોના હી થા’ કર્યાં પછી ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય કર્યો હતો. તે એક્ટિંગ છોડ્યા પછી આધ્યાત્મ તરફ આગળ વધ્યા અને યોગી બની ગયા. પોતાની જિંદગી તેમને યોગાને સમર્પિત કરી દીધી. વિજય આનંદ પરિણીત છે અને તેમને મરાઠી એક્ટ્રસ સોનાલી ખરે સાથે લગ્ન કર્યાં છે. આ કપલની દીકરીનું નામ સનાયા આનંદ છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડ્યા પછી લગભગ 17 વર્ષ બાદ વિજય આનંદે 2015માં આવેલી ટીવી સિરિયલ ‘સિયા કે રામ’થી વાપસી કરી અને તેમણે સીતાનાં પિતા જનકનો રોલ પ્લે કર્યો હતો.

રાહુલ (વિજય આનંદ)એ તેમની સ્ટ્રગલ અને ઇન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવા માટે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘‘પ્યાર તો હોના હી થા’ એક મોટી હિટ હતી. આ પછી તેમણે 22 ફિલ્મોમાં લીડ એક્ટર તરીકે કામ કરવાની ઑફર મળી પણ ત્યાં સુધી તેમને ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય કરી લીધો હતો, કેમ કે આ નિર્ણય તેમના દિલનો હતો.’

વિજયે કહ્યું કે, ‘તેમણે ગરીબી, સંઘર્ષ દરેક વસ્તુ જોઈ છે અને તે ઇચ્છે છે કે લોકો તેમને એક એક્ટર તરીકે જાણે અને એવું થયું પણ, તેમને બાદમાં તે વાતનો એહસાસ થયો કે, આનો કોઈ મતલબ નથી.’

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ‘વિજય આનંદને 26 વર્ષની ઉંમરમાં ગઠિયા રોગ થયો હતો. જ્યારે તેમના સ્વાસ્થ્યની સારસંભાળ કરવાનો નિર્ણય લીધો હતો. અત્યારે, તે એક વેટરેન યોગા ટીચર છે. વર્ષો પછી તેમ અત્યારે સાવ બદલાઈ ગયાં છે.’

આ સાથે જ વિજયના વર્કફ્રન્ટની વાત કરીએ તો બાલાજીની સિરિયલ ‘દિલ હી તો હૈ’માં મિસ્ટર નૂનનો રોલ પ્લે કરી રહ્યાં છે. લોકો તેમના રોલના ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. આ ઉપરાંત તેમણે સની લિયોની બાયોપિક ‘કરનજીત કૌર’માં એક્ટ્રસના પિતા મિસ્ટર જસપાલ સિંહ વોરાનો રોલ પ્લે કર્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page