દીકરા સિદ્ધાર્થ શુકલાના અંતિમ સંસ્કારમાં તેની માતા કેમ ન રડી? કારણ તમને હચમચાવી દેશે

ટીવી સ્ટાર સિદ્ઘાર્થ શુકલાના નિધનથી હજારો ફેન્સ હજી આઘાતમાં છે. હેન્ડસમ મેન સિદ્ધાર્થના આકસ્મિક નિધનથી અનેક લોકો શોકમાં ગરકાવ થઈ ગયા છે. સિદ્ધાર્થ શુકલાના અંતિમ સંસ્કારમાં અનેક સેલેબ્સ હાજર રહ્યા હતા. એટલું જ નહીં સિદ્ધાર્થના અંતિમ દર્શન માટે દેશભરમાંથી ફેન્સ મુંબઈ આવ્યા હતા. અંતિમ વિધિમાં સિદ્ધાર્થની ગર્લફ્રેન્ડ શેહનાઝ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી. આ સાથે હજારો ચાહકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. જોકે એક વાત ઉંડીને આંખે વળગી હતી. અંતિમ સંસ્કારમાં જ્યારે બધા લોકો રડ્યા હતા ત્યારે સિદ્ધાર્થની માતાની આંખોમાં આંસુ નહોતા. શું હતું તેનું કારણ?

અંતિમ સંસ્કારની તસવીરો અને વીડિયો સામે આવતાં લોકોમાં ગણગણાટ શરૂ થયો છે કે એકના એક જુવાનજોધ લાડલા દીકરાનું મોત થયું છતાં માતા રીટા શુકલાની આંખોમાં આંસુ કેમ નહોતા? એક દીકરો જેણે આખા દેશને રડાવ્યો, જેના મોત પર અનેક લોકો રડ્યા, તેના મોત પર માતા જ કેમ ન રડી?

ન્યૂઝ ચેનલ એબીપીના અહેવાલ પ્રમાણે જ્યારે રાહુલ મહાજને સિદ્ધાર્થ શુકલાના માતા સાથે મુલાકાત કરી અને કહ્યું કે હું કૂપર હોસ્પિટલ ગચો હતો. ત્યારે સિદ્ધાર્થની માતાએ કહ્યું હતું કે કૂપર હોસ્પિટલમાં શું છે? કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થનો મૃતદહે હતો અને તેની માતાનું કહેવું હતું કે શરીર માત્ર વહન છે. શરીર તો આત્માનું વસ્ત્ર છે.

નોંધનીય છે કે રીટા શુકલા બ્રહ્મકુમારી આશ્રમ સાથે જોડાયેલી છે અને મેડીટેશનમાં માને છે. એબીપીના અહેવાલ પ્રમાણે જે રાત્રે સિદ્ધાર્થનું મોત થયું હતું એ રાત્રે ત્રણ વાગ્યે તેણે દીકરાને પાણી આપ્યું હતું. ત્રણ વાગ્યે રીટા શુકલા મેડિટેશન માટે ઉઠી હતી. ત્યારે તેમણે કંઈક અવાજ સાંભળ્યો હશે કે સિદ્ધાર્થ અનકમ્ફર્ટેબલ છે. અને તેને પાણી આપવા ગઈ હતી.

છેલ્લાં કેટલાક વર્ષોથી સિદ્ધાર્થની માતા રીટા કુમારી બ્રહ્મકુમારી સાથે જોડાયેલી છે. રીટા શુકલા સિદ્ધાર્થને પણ બ્રહ્મકુમારી આશ્રમ લઈ ગઈ હતી. પછી સિદ્ધાર્થ પણ આશ્રમ સાથે જોડાઈ ગયો હતો. બ્રહ્મકુમારીની અંતિમ સંસ્કારની જે વિધિ હોય છે એ વિધિથી જ સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ વિધિમાં મૃતદેહને ફૂલોથી સજાવવામાં આવે છે અને આંસુઓ વહેવા દેવામાં નથી આવતા. પણ મેડિટેશન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આત્મા એક નવા બહેતર સફર પર નીકળી છે.

આ જ કારણ છે કે જે દીકરાના મોતથી લાખો લોકોને આધાત લાગ્યો તેના મોતથી માતાની આંખો પણ ભીની ન થઈ. કેમ કે તેની પાસે આધ્યાત્માની શક્તિ હતી. તે જે પરંપરામાં માને છે તેમાં એક વ્યક્તિના મોત પર આંસુઓ વહેવા દેવામાં નથી આવતા. આધ્યાત્મા માણસને ક્યાંકને ક્યાંક મજબૂતી આપે છે. માતાનું કહેવું હતું કે આત્મા તો ફક્ત શરીરનું વસ્ત્ર છે. હોસ્પિટલમાં તો સિદ્ધાર્થની લાશ પડી છે. તેમાંથી આત્મા તો નીકળી ચૂક્યો છે.

લોકો સિદ્ધાર્થની મમ્મીની મજબૂતીની ખૂબ વાતો કરી રહ્યા છે. કારણ એ છે કે તેની માતાએ આધ્યાત્માથી પોતાને મજબૂત કરી છે. અને સાથે તે જે પરંપરાને માને છે તેણે એવી શક્તિ આપી કે દીકરાના મોત પર આંસુઓ ન આવ્યા.

આ દરમિયાન કમાલ આર ખાનનો એક વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. કમાલ આર ખાને પોતાના વીડિયોમાં શોકિંગ ઘટસ્ફોટ કર્યા છે. કમાલ આર ખાને કહ્યું હતું કે સિદ્ધાર્થના અનેક મિત્રોએ અંતિમ સમયમાં સિદ્ધાર્થનો ચહેરો બતાવ્યો નહોતો. પરિવારના અનેક સભ્યો તથા મિત્રોએ અતિ આગ્રહ કર્યો હતો પરંતુ પરિવારે ચોખ્ખી ના પાડી દીધી હતી. સિદ્ધાર્થની બૉડી હોસ્પિટલથી સ્મશાન લઈને આવ્યા ત્યારે પણ કોઈને ચહેરો બતાવ્યો નહોતો. બહાનું એવું બનાવવામાં આવ્યું કે કોઈ સિદ્ધાર્થનો ચહેરો જોઈ લેશે અને ફોટો ક્લિક કરી લેશે.

કેઆરકેએ દાવો કર્યો હતો કે તે એ વાતની ગેરંટી નથી લેતા, પરંતુ કેટલાંક લોકો માની રહ્યા છે કે સિદ્ધાર્થ શુક્લાનો ચહેરો કાળો કે પીળો, લાલ પડી ગયો હતો. આ જ કારણે તેનો ચહેરો બતાવવા માગતો નહોતા. આ સાચું છે કે ખોટું તે ખ્યાલ નથી. જોકે, તે માને છે કે આવું જ કોઈ કારણ હોવાથી સિદ્ધાર્થનો ચહેરો કોઈને બતાવવામાં આવ્યો નહોતો.

You cannot copy content of this page