સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ ઇડીની સામે મોટું નિવેદન આપ્યું છે. રિયાએ સુશાંતની બહેન પ્રિયંકા અંગે ચોંકાવનારી વાત કરી છે. તેઓએ ઇડીની સામે જણાવ્યું કે જ્યારે સુશાંત સાથે તેના સંબંધની શરૂઆત થઇ એ દરમિયાનની કેટલીક વાતો કરી. રિયાએ કહ્યું કે જ્યારે હું સુશાંતના ઘરે રહેવા માટે ગઈ તો તેની બહેન પ્રિયંકા અને તેના પતિ સિદ્ધાર્થી તેની સાથે રહેતા હતા.
સુશાંત કેસમાં ઈડી સતત રિયા ચક્રવર્તીની પુછપરછ કરી રહી છે. આ પહેલા પણ રિયાની ઇડી ઓફિસમાં પુછપરછ થઈ ચૂકી છે. રિયા સિવાય તેના ભાઈની પણ પુછપરછ થઈ છે.
રિયાએ જણાવ્યું કે વાત એપ્રિલ 2019ની છે. એક રાતે રિયા અને પ્રિયંકા એક પાર્ટી માટે બહાર ગયા હતા. પ્રિયંકાએ ખુબ જ દારૂ પીધો હતો. તે પુરુષ અને મહિલા સાથે અનોખું વર્તન કરતી હતી.
રિયાના જણાવ્યા પ્રમાણે તેઓએ પ્રિયંકાને કહ્યું કે ઘરે જઈએ. પરંતુ તે ન માની. તે ત્યાં દારૂ પીતી રહી. જ્યારે રિયા પરત આવી ગઈ. કારણ કે તેને બીજા દિવસે શૂટિંગ પર જવાનું હતું.
રિયાએ જણાવ્યું કે તે સુશાંતના રૂમમાં સૂઈ ગઈ હતી. અચાનક તેની આંખ ખુલી ગઈ તો તેણે જોયું કે પ્રિયંકા તેના બિસ્તરમાં સૂઇ રહી છે અને તેણીને ખરાબ રીતે ટચ કરી રહી છે.
રિયાએ જણાવ્યું કે પ્રિયંકાને જોઈને તે ખુબ જ શોક થઈ ગઈ. તેણીએ તુરંત ત્યાંથી જતાં રહેવાનું કહ્યું. પરંતુ વિવાદ વધી ગયો અને રિયા જ ઘરેથી જતી રહી.
રિયાએ જણાવ્યું કે જ્યારે સુશાંતને આવું કરવાનું કારણ જણાવ્યું તો તેનો પોતાની બહેન સાથે આ વાત પર ઝઘડો થઈ ગયો. ત્યારબાદ રિયા અને સુશાંતના પરિવાર સાથે સંબંધ વણસી ગયા.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રિયા પોતાની એંગ્ઝાઇટી અને પેનિક અટેક્સથી પરેશાન હતી. સુશાંતની દેખભાળ કરતા કરતાં તેની સ્થિતિ વધુ ખરાબ થઇ ગઇ.