Only Gujarat

FEATURED National

પૂલ પાર્ટીમાં અચાનક પોલીસે રેડ પાડી ત્યારે યુવક-યુવતીઓ કરતાં હતાં આ કામ

મધ્યપ્રદેશના ભોપાલમાં લોકડાઉનના નિયમનું ઉલ્લંઘન કરી દારૂ પાર્ટી કરવાનો ત્રીજો કેસ સામે આવ્યો છે. સોમવારની રાતે કોલાર થાના ક્ષેત્રમાં ગ્રીન ફિલ્ડ વિલા મેરિજ ગાર્ડનમાં ચાલી રહેલી પૂલ પાર્ટીમાં દરોડા પાડી પોલીસે 5 યુવકો સહિત દર્જનભર યુવકોને પકડી પાડ્યા છે. રાતે 11 વાગ્યે પોલીસને ખબર મળી હતી કે મેરેજ ગાર્ડનમાં દારૂ પાર્ટી ચાલી રહી છે. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો દારૂના નશામાં ઝૂમી રહેલી યુવતીઓએ પોલીસકર્મીઓને સવાલ પુછ્યા કે અહીં આવવાની મંજુરી કોણે આપી. કોલાર થાના પ્રભારી સુધીર અરજરિયાએ જણાવ્યું કે આ મામલામાં સરકારી આદેશનું ઉલ્લંઘન અને આબકારી એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા શાહપુરા અને બૈરાગઢમાં આ પ્રકારની પાર્ટી પકડવામાં આવી હતી.

કોલાર ટીઆઇ સુધીર અરજરિયાના જણાવ્યા પ્રમાણે જ્યારે પોલીસ પહોંચી તો થોડા સમય યુવતીઓ સવાલ-જવાબ કરવા લાગી. પરંતુ બાદમાં બધા આમતેમ ભાગવા લાગ્યા.

પોલીસે રૂટીન ચેકિંગના બહાને બધાની અટકાયત કરી અને પછી પોલીસ સ્ટેશન લઇ ગઇ. પોલીસે અમન યાદવ, અજય યાદવ, આયુષ સિંહ, રૂપમ સિંહ, રત્નેશ વર્મા, શ્રેય શ્રીવાસ્તવ, નિકી તિવારી, હર્ષ અવસ્થી, પ્રતીક કરણ કુર્મી અને અજય ચાવલા સિવાય પાંચ યુવતીઓ પર કાર્યવાહી કરી.

હોટેલની તલાસી દરમિયાન પોલીસને ત્યાંથી મોટી માત્રમાં દારીની બોટલ મળી. યુવતીઓ બિંદાસ દારૂ પી રહી હતી. ગત મહિને શાહપુરામાં મોડી રાતે ચાલી રહેલી નાઇટ પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે ત્યાંથી 26 યુવક અને 7 યુવતીઓને પકડ્યા હતા.

અહીં બર્થડે ખુદ મોડલ નાવેદનો હતો. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો તે ગુપ્તથી સાત પ્રકારની કેક કાપતો નજરે પડ્યો હતો. પોલીસે ગેરકાનુની દારૂ પણ પકડ્યો હતો. શાહપુરા પોલીસને સૂચના મળી હતી કે ઓરા મોલની સામે એક કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આ પાર્ટી ચાલી રહી છે. ત્યારબાદ ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડા પાડ્યા.

ક્રાઇમ બ્રાંચની ટીમ જ્યારે ઘટના સ્થળે પહોંચી તો જાણવા મળ્યું કે આ પાર્ટી ભેલ નિવાસી નાવેદ ખાને આપી હતી. તે પોતાને એક મોડલ ગણાવતો હતો. પોલીસને ઘટનાસ્થળેથી 14 હુક્કા, વિદેશી દારૂ, 7 કેક, પાંચ કાર સહિત અન્ય સામાન જપ્ત કર્યો હતો. કહેવામાં આવે છે કે નાવેદ પહેલા એમપી નગર અને પિપલાની થાનાની જેલમાં જઇ ચૂક્યો છે. તે ચાકુની જગ્યાએ ગુપ્તીથી 7 પ્રકારની કેક કાપી રહ્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page