Only Gujarat

FEATURED National

બે યુવતીઓને સેલ્ફીનો શોખ પડ્યો ભારે, નદીની વચોવચ ગઈ પરંતુ અચાનક જ ધસમસતા પ્રવાહમાં…

છિંદવાડાઃ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાની પેંચ નદીના વ્હેણની વચ્ચે પિકનિક મનાવવા પહોંચેલી સ્કૂલ ગર્લ પાણીના વ્હેણ વચ્ચે ફસાઇ ગઇ હતી. આ બંને સ્કૂલ ગર્લ્સ નદીની વચ્ચોવચ્ચથી સેલ્ફી લેવા માટે નદીની વચ્ચે પથ્થર પર બેસી ગઇ હતી. જોકે ત્યારબાદ જે થયું તે શ્વાસ અદ્ધર કરી દે તેવું હતું.

સેલ્ફી લેતી વખતે નદીનું જળસ્તર અચાનક વધી ગયું. જેના કારણે બંને યુવતીઓ નદીની અંદર જ ફસાઇ ગઇ. ત્યારબાદ પોલીસની ટીમે મહામહેનતે બચાવકાર્ય કરીને તેમને બચાવી હતી.

આ ઘટના છિંદવાડા જિલ્લાના જુ્ન્નારદેવ વિકાસખંડ ગામની પેંચ નદીની છે. આ યુવતીઓ જુન્નારદેવ ડુંગરિયાની રહેવાસી છે. આ યુવતીઓ પિકનિક મનાવવા માટે પેંચ નદી પહોંચી હતી. બંને યુવતીઓ જ્યારે નદીની વચ્ચોવચથી સેલ્ફી લેવા માટે નદીના પથ્થર પહોંચી તો અચાનક નદીનું જળસ્તર વઘ્યું અને પ્રવાહ વેગીલો બન્યો.

બંને યુવતીઓને નદીમાં ફસાતા જોઇને તેમની સાથે આવેલી અન્ય યુવતીઓએ પોલીસને જાણ કરી. પોલીસ સ્થાનિક પ્રશાસન અને ગામના લોકોની મદદથી નદીના પૂરમાંથી યુવતીઓનું દિલધડક રેસ્ક્યૂ કરાયું અને બંને યુવતીઓને સલામત રીતે કિનારે પહોંચાડાઇ. મળતી માહિતી મુજબ લગભગ 8 યુવતી પિકનિક મનાવવા માટે આવી હતી.

એસડીઓપી એસકે. સિંહે જણાવ્યું કે, નદીની વચ્ચે બેસીને સેલ્ફી લેવાના ચક્કરમાં બંને યુવતીઓ નદીના વ્હેણમાં ફસાઇ ગઇ હતી. યુવતી સાથે પિકનિકમાં આવેલ અન્ય યુવતીઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી. પોલીસ તાબડતોબ ઘટનસ્થળે પહોંચી અને ભારી જહેમત બાદ બંને યુવતીઓની જિંદગી બચાવી શકાય.

You cannot copy content of this page