Only Gujarat

Bollywood

પ્રિયંકા ચોપરા બોલિવૂડમાં નથી કરતી કામ તોય વર્ષે દહાડે કરી લે છે આટલી કમાણી

મુંબઈઃ આજે બોલીવુડમાં સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસમાં દીપિકા અને અનુષ્કા શર્મા જેવા કેટલાક નામો આગળ છે. ભલે અનુષ્કા છેલ્લા કેટલાક સમયથી કોઈ ફિલ્મમાં ન જોવા મળી હોય પરંતુ પ્રોડ્યૂસર તરીકેની તેની ઓટીટી પ્લેટફોર્મ પર આવેલી વેબસીરિઝ ‘પાતાલ લોક’ અને ‘બુલબુલ’ ચાહકોને પસંદ આવી રહી છે. જેના કારણે આજની સ્ટોરીમાં અમે તમને બોલીવુડની સૌથી વધુ કમાણી કરતી હિરોઈનો વિશે જણાવી રહ્યા છે.

આલિયા ભટ્ટઃ આલિયા ભટ્ટે ગયા વર્ષે સૌથી વધુ કમાણી કરી આ લિસ્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ફોર્બ્સ 2019ની યાદી અનુસાર આલિયાએ ગયા વર્ષે 59.21 કરોડ રૂપિયા કમાયા હતા.

પ્રિયંકા ચોપરાઃ ગ્લોબલ આઈકૉન પ્રિયંકા ચોપરા જોનસ ગયા વર્ષે કમાણી કરનાર ટૉપ 100 સેલેબ્સેની લિસ્ટમાં 49માં નંબરથી આ વર્ષે 14માં નંબરે પહોંચી ગઈ છે. ગયા વર્ષે પ્રિયંકાની કુલ કમાણી 23.4 કરોડ રૂપિયા બતાવવામાં આવી હતી. એટલું જ નહીં તેના ઈન્સ્ટાગ્રામ રિચ લિસ્ટમાં 2019ની સૌથી અમીર ભારતીય સેલિબ્રિટીના રૂપમાં નૉમિનેટ કરવામાં આવી હતી. ચર્ચા પ્રમાણે, દેસી ગર્લે ગયા વર્ષે પોતાની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર એક પોસ્ટ માટે 2, 71, 000 ડૉલર એટલે કે લગભગ 1.92 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.

દીપિકા પાદુકોણઃ સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટીમાં દીપિકાનું નામ વર્ષ 2018માં 48 કરોડની કમાણી કરી 10માં નંબર પર હતું. પરંતુ હવે દીપિકા કમાણીના મામલે ચોથા નંબર પર આવી ગઈ છે. તેણે ગયા વર્ષે 112.8 કરોડની કમાણી કરી હતી.

અનુષ્કા શર્માઃ એક્ટ્રેસ, પ્રોડ્યુસર અનુષ્કા શર્માની 2019ની કમાણી 28.67 કરોડ રૂપિયા હતી. ઉલ્લેખનીય છે કે અનુષ્કા અને પતિ વિરાટ કોહલી Myntra જેવી અનેક મોટા બ્રાંડના એમ્બેસેડર પણ છે. ફોર્બ્સના લિસ્ટ અનુસાર સૌથી વધુ કમાણી કરનાર સેલેબ્સમાં અનુષ્કા 21માં નંબર પર છે.

કેટરિના કૈફઃ બોલીવુડની ચિકની ચમેલી એટલે કે કેટરીના કૈફે ગયા વર્ષે 23.63 કરોડ રૂપિયા કમાયા હતા, જેથી તેને 23મું સ્થાન મળ્યુ હતું. ફિલ્મો સાથે કેટરિના અનેક બ્રાન્ડની એમ્બેસેડર પણ છે.

You cannot copy content of this page