Only Gujarat

FEATURED National

કોરોના દર્દીનું મોત, હોસ્પિટલે ના દાખવી દયા, પરિવાર રિક્ષામાં શબ લઈ જવા મજબૂર

પટણાઃ બિહારમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 30 હજાર પાર પહોંચી ગઈ છે. આ ઉપરાંત 200થી વધુ લોકોના મોત થયા. હાલના સમયે સ્થિતિ સરકારના નિયંત્રણની બહાર પહોંચી ગઈ છે કારણ કે રોજના સરેરાશ 1 હજારથી વધુ કેસ આવી રહ્યાં છે.

છેલ્લા 24 કલાકમાં 10 લોકોના કોરાનાને કારણે મોત થયા હતા. બીજી તરફ એનએમસીએચથી બેદરકારીની તમામ હદો વટાવતી ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાઈરલ પણ થઈ રહ્યો છે.

આ વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક દિવસ અગાઉ કોરોના સંક્રમિતનું મોત થયું હતું. જેના અંતિમ સંસ્કાર કોરોના પ્રોટોકોલ હેઠળ થવા જોઈતા હતા. પરંતુ જવાબદાર સ્ટાફની બેદરકારીના કારણે આમ થઈ શક્યું નહીં.

જ્યારે મૃતકના પરિવારજનો કોઈપણ પીપીઈ કિટ વિના જ મૃતદેહને સ્ટ્રેચર પર બહાર લઈ આવ્યા અને રિક્ષામાં નાખી લઈ ગયા. આ વીડિયો જોનાર તમામ લોકો કહી રહ્યાં છે કે આવી ઘટનાઓને કારણે જ કોરોનાની સ્થિતિ વધુ ગંભીર બનશે.

You cannot copy content of this page