Only Gujarat

Bollywood

મહેલ જેવું છે સંજય દત્તનું લક્ઝૂરિયસ ઘર, જુઓ આ રહી અંદરની સુંદર તસવીરો

મુંબઈઃ સંજય દત્તની જિંદગીમાં જ્યારથી માન્યતા દત્તની એન્ટ્રી થઈ છે ત્યારથી બધું ખૂબ જ સારું ચાલી રહ્યું છે. સંજય દત્ત અને માન્યતા દત્ત તેમના જે ફોટો સોશિયલ મીડિયામાં શેર કરે છે તે પરથી સ્પષ્ટ કહી શકાય કે તે તેમના લગ્નજીવનમાં ખૂબ જ ખુશ છે. ઉલ્લેખનીય છે કે, સંડય દત્તના બંને બાળકો સ્ટડીમાં ખૂબ જ સારા છે. શાહરાન અને અકરા સ્પોર્ટ્સમાં વધારે રસ ધરાવે છે. સંજય દત્તની પત્ની માન્યતા દત્ત પણ એક સારી હોમમેકર છે અને તેમને પતિ સાથે તેમના બાળકોનું પણ ખાસ ધ્યાન રાખે છે. સંજય દત્તે માન્યતા દત્ત સાથે 7 ફેબ્રુઆરી, 2008માં હિન્દુ રીતિ રિવાજથી લગ્ન કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, આ સંજય દત્તના ત્રીજા લગ્ન હતાં. જોકે, અત્યારે કોરોના મહામારીને લીધે સંજય દત્ત તેમના ઘરે પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. આ દરમિયાન તેમના ઘરના ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયાં છે.

બોલિવૂડના અનેક સેલેબ્સ ફ્લેટ્સમાં રહેવાનું પસંદ કરે છે, પણ અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન જેવાં મોટા સુપર સ્ટાર તેમના બંગલામાં રહેવાનું પસંદ કરે છે. આ લિસ્ટમાં સંજય દત્ત પણ સામેલ છે. સંજય દત્તનું ઘર ખૂબ જ સુંદર છે. તેમના ઘરની ખાસિયત છે કે, તેમના ઘરની દીવાલમાં ખૂબ જ પેઇન્ટિંગ જોવા મળે છે.

સંજય દત્તે તેમના ઘરની એક દીવાલ પર તેમના માતા-પિતા નરગિસ અને સુનીલ દત્તનું પેઇન્ટિંગ લગાવી રાખ્યું છે.

સંજય દત્તના ઘરમાં દરેક વસ્તુ આર્ટ સાથે જોડાયેલી છે. તો ઘર પણ લક્ઝૂરીથી ભરપૂર છે.

સંજય દત્તના ડ્રોઇંગ રૂમમાં મોટા સોફા અને શૉપીસ રાખવામાં આવ્યા છે.

‘દત્ત’ હાઉસમાં દરેક દીવાલો પર ખૂબ જ કિંમતી પેઇન્ટિંગસ રાખવામાં આવી છે.

સંજય દત્તના ઘરની એક દીવાલ પર મોટા ગ્લાસની બારી છે, જેમાંથી બહારનો નજારો સરળતાથી જોઈ શકાય છે.

સંજય દત્તની પત્ની માન્યતા સીટિંગ એરિયામાં આ રીતે સમય પસાર કરે છે

માન્યતા અને સંજયના લિવિંગ રૂમમાં તેમના માતા-પિતા નરગિઝ અને સુનીલ દત્તના ખૂબ જ સુંદર પેઇન્ટિંગ લગાડવામાં આવ્યા છે.

ઘરનાં ડ્રૉઇંગ રૂમની દીવાલ પર લાલ રંગનો મોટો ઝૂમર અને દીવાલ પર શૉપીસ જોવા મળે છે.

સંજય દત્તના ઘરમાં ડાઇનિંગ એરિયા પણ તેમની પત્ની માન્યતા દત્તે ખૂબ જ સારી રીતે શણગાર્યો છે.

સંજય દત્તના ઘરની એક દીવાલ પર ખુદ સંજય દત્તનું પણ પેઇન્ટિંગ જોવા મળે છે. બાળકો સાથે નવરાસની પળોમાં સંજય દત્ત

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page