Only Gujarat

Bollywood FEATURED

સુશાંતના મોતના છ મહિના બાદ પૂર્વ પ્રેમિકાની ભવ્ય બર્થડે પાર્ટી, થયો વિવાદ

ટીવી અને બોલિવૂડ અભિનેત્રી અંકિતા લોખંડે (Ankita Lokhande)એ પોતાનો 36મો બર્થ-ડે બોયફ્રેન્ડ વિક્કી જૈનની સાથે ધામધૂમથી મનાવ્યો હતો. તેણે ગયા શનિવારે પોતાનો 36મો બર્થ-ડે મિત્રોની સાથે જોરદાર રીતે સેલિબ્રેટ કર્યો હતો. હવે આ બર્થ-ડેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. પરંતુ હવે આ વીડિયો પર અંકિતા પણ ટ્રોલ થઈ રહી છે. અંકિતા કેમ ટ્રોલ થઈ રહી છે તેનું કારણ સામે આવતાં લોકો ચોંકી ગયા હતાં. સુશાંત સિંહ રાજપુત (Sushant Singh Rajput)નો મિત્ર સંદિપ સિંહ આ બર્થ-ડે પાર્ટીમાં જોવા મળ્યો હતો જેના કારણે લોકો આઘાત લાગ્યો હતો.

જોકે અંકિતા લોખંડેએ સોશિયલ મીડિયા પર પોતાનો બર્થ-ડે સેલિબ્રેટની એક ઝલક શેર કરી હતી. પરંતુ એક વીડિયો લઈને સોશિયલ મીડિયા પર બબાલ મચી ગઈ હતી. આ વીડિયો ક્લિપમાં પાર્ટી સમયે મસ્તી કરતાં લીલા રંગના કુર્તામાં સુશાંત સિંહ રાજપુતનો મિત્ર સંદિપ સિંહ પણ જોવા મળ્યો હતો. હવે લોકો અંકિતાને સવાલ કરી રહ્યાં છે કે, આ પાર્ટીમાં સંદિપ સિંહને કેમ બોલાવ્યો હતો?

તમે જોઈ શકો છો કે, કેવી રીતે લોકો અંકિતાને ટેગ કરીને આ વાત પૂછી રહ્યાં છે. આ એક કારણે ટ્વિટર પર અંકિતા #Ankita હાલ ટ્રેન્ડ થઈ રહી છે. ખાસ વાત એ છે કે, આ વીડિયો પર દિવંગત સુશાત સિંહ રાજપુતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પણ અંકિતાને વિશ કર્યું હતું.


યાદ અપાવીએ કે, આ તે જ સંદિપ સિંહ છે જે પોતાને સુશાંતનો મિત્ર કહે છે. સંદિપ સિંહનું નામ સુશાંત સિહ રાજપુત કેસમાં સતત ચર્ચામાં રહ્યું હતું. સુશાંતના મોત બાદ સંદિપ સિંહ તેની ક્રિયા કર્મ અને મુંબઈની કપૂર હોસ્પિટલની દરેક તસવીરમાં જોવા મળ્યો હતો.

You cannot copy content of this page