Only Gujarat

Bollywood

આ છે બોલિવૂડના એકદમ ખૂંખાર વિલન પણ રિયલ લાઈફમાં છે એકદમ હેન્ડસમ ને સ્માર્ટ

મુંબઈઃ બોલિવૂડમાં એવાં ઘણાં સ્ટાર્સ છે જેમણે મોટા પડદા પર દરેક પ્રકારના રોલ પ્લે કરી દર્શકોનું દિલ જીત્યું છે. તો કેટલાક એવાં પણ સ્ટાર્સ છે જે માત્ર ગણતરીની ફિલ્મમાં હીરો બન્યા છે પણ, જેમના વિલનના રોલમાં લોકોએ ખૂબ જ વખાણ્યા છે. આજે અમે તમને જણાવીએ બૉલિવૂડના તે સ્માર્ટ વિલન વિશે જેમણે તેમની એક્ટિંગથી લોકોનું દિલ જીત્યું છે.

સોનૂ સૂદ
સોનૂ સૂદ ખાનગી જિંદગીમાં લોકોના હીરો બની ચૂક્યા છે. ફિલ્મી પડદે તેમને એકથી એક વિલનનો રોલ પ્લે કરી ખૂબ જ નામના મેળવી છે. સોનુ સૂદે ફિલ્મ ‘દબંગ’, ‘આર રાજકુમાર’ અને ‘સિમ્બા’ સહિત અનેક ફિલ્મોમાં વિલનનો રોલ પ્લે કર્યો છે.

રણવીર સિંહ
રણવીર સિંહે અત્યાર સુધી માત્ર એક જ ફિલ્મમાં ‘પદ્માવત’માં વિલનનો રોલ પ્લે કર્યો છે. તેમના તે કેરેક્ટરે લોકોનું દિલ જીત્યું હતું. ફિલ્મ ‘પદ્માવત’માં તેમને અલાઉદ્દીન ખીલજીનો રોલ પ્લે કર્યો હતો. જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. આ રોલ માટે તેમને સર્વશ્રેષ્ઠ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. રણવીર સિંહ અલાઉદ્દીન ખીલજીના રોલ માટે ખુદને રૂમમાં બંધ કરી લેતા હતા. તો ફિલ્મના શૂટિંગ પછી પણ રણવીર સિંહ પર તે કેરેક્ટરની અસર રહી હતી. રણવીર સિંહે ખુદ એક ઇન્ટરવ્યૂમાં આ વાત જણાવી હતી.

નીલ નીતિન મુકેશ
નીલ નીતિન મુકેશને ફિલ્મોમાં હીરો તરીકે સફળતા મળી નહીં એટલી સફળતા તેમને વિલન બનીને હાંસલ થઇ છે. નીલ નીતિન મુકેશ બોલીવુડમાં ‘પ્લેયર્સ’, ‘વજીર’, ‘ગોલમાલ અગેન’ અને ‘સાહો’ ફિલ્મમાં વિલનનો રોલ પ્લે કર્યો છે. આ દરેક ફિલ્મમાં તેમના રોલની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી.

નિકિતિન ધીર
પોતાના દમદાર ફિઝિક અને લૂકને લીધે ચર્ચામાં રહેતા નિકિતિન ધીર પણ ફિલ્મમાં વિલન બન્યા છે. તેમણે ફિલ્મ ‘જોધા અકબર’, ‘રેડી’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’ અને ‘મિશન ઇસ્તામ્બુલ’ જેવી ફિલ્મોમાં વિલનનો રોલ પ્લે કરી ખૂબ જ નામના મેળવી છે.

રાહુલ દેવ
રાહુલ દવે ઘણી ફિલ્મોમાં લીડ રોલ પ્લે કરી દર્શકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું છે. રાહુલ દેવે ‘ચેમ્પિયન’, ‘ફૂટપાથ’, ‘આવારા પાગલ દિવાના’ અને ‘સુપારી’ સહિતની ફિલ્મોમાં વિલનનો રોલ પ્લે કર્યો છે.

રિતેશ દેશમુખ
ફિલ્મમાં રિતેશ દેશમુખે હીરો બનીને પણ ખૂબ જ નામના મેળવી છે પણ, બે ફિલ્મમાં વિલનના રોલથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું છે. રિતેશ દેશમુખે ફિલ્મ એક ‘વિલન’ અને ‘મરજાવાં’માં વિલનનો રોલ પ્લે કર્યો હતો.

સૈફ અલી ખાન
સેફ અલી ખાન એવાં કલાકારો માંથી એક છે જે દરેક કેરેક્ટરમાં પોતાને ઢાળી લે છે. સૈફ અલી ખાને ફિલ્મ ‘ઓમકારા’ અને ‘તાન્હાજી’માં વિલન બની ખૂબ જ નામના મેળવી છે. દર્શકોએ તેમનો વિલનનો રોલ ખૂબ જ પસંદ કર્યો હતો.

સંજય દત્ત
સંજય દત્ત દરેક ફિલ્મમાં તેમના રોલને લઈને ચર્ચામાં રહે છે. સંજય દત્ત આમ તો ફિલ્મમાં અલગ-અલગ રોલથી લોકોમાં ખૂબ જ ફેમસ થયાં છે, પણ તેમને ફિલ્મ ‘વાસ્તવ’, ‘અગ્નીપથ’ અને ‘પાનીપત’માં વિલનનો રોલ પ્લે કર્યો હતો.

રૉનિત રૉયે
રૉનિત રૉયે અનેક ફિલ્મોમાં વિલનનો રોલ પ્લે કર્યો છે. રૉનિત રૉયે ફિલ્મ ‘બૉસ’, ‘ગુડ્ડુ રંગીલા’ અને ‘કાબિલ’માં વિલન બની સફળતાં હાંસલ કરી હતી. તેમના દરેક કેરેક્ટરને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યાં છે.

ફ્રેડી દારૂવાલા
ફ્રેડી દારૂવાલાએ પણ વિવન બની ખૂબ જ નામના મેળવી છે. ફ્રેડી દારૂવાલાએ ફિલ્મ ‘હૉલિડે’ અને ‘રેસ 3’માં વિલનનો રોલ પ્લો કરી ખૂબ જ નામના મેળવી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page