Only Gujarat

FEATURED Sports

કોરોનાને કારણે ક્રિકેટના ભગવાન ફરી રડ્યા, કહી દીધી આ વાત

ટીમ ઈન્ડિયાના મહામ ક્રિકેટ સચિન તેંડુલકરના એક ખાસ મિત્રનું કોરોના વાયરસને કારણે મોત નિપજ્યું છે. પૂર્વ ક્રિકેટર વિજય શિર્કેનું મુંબઈથી થાને જિલ્લાની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 57 વર્ષના હતાં.


સચિનની સાથે રમતો હતો ક્રિકેટ
1980ના વર્ષમાં સમગ્રેસ મફતલાલ ટીમ માટે સચિન તેંડુલકર અને વિજય શિર્કે એક સાથે ક્રિકેટ રમતા હતાં. વિજય શિર્કેનો ફાસ્ટ બોલર તરીકે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

સલિલ અંકોલાએ દુખ વ્યક્ત કર્યું
સચિનનો જ જૂનો મિત્ર સલિલ અંકોલાએ પોતાના ફેસબુક પેજ પર વિજય શિર્કેને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું હતું કે, તમે જલ્દી અલવિદા કહી દીધું મારા મિત્ર, તમારી આત્માને શાંતિ મળે, મેદાન અને મેદાનની બહાર અમે લોકોએ જે સમય વિતાવ્યો તેને ક્યારેય ભુલાય એમ નથી.


કોરોનાનો શિકાર
થોડા સમયે પહેલા વિજય શિર્કેને કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યાં હતાં. ત્યાર બાદ તે હોસ્પિટલમાં એડમિટ થયો હતો. પરંતુ તેણે આ બિમારીથી છૂટકારો મેળવી લીધો હતો પરંતુ કોવિડ-19ની સાઈડ ઈફેક્ટના કારણે તે આ દુનિયાને અલવિદા કહ્યું હતું.

સચિનના વધુ એક મિત્રનું નિધન
સચિન તેંડુલકરને આ પહેલા પણ આવા જ એક દુખનો સામનો કરવો પડ્યો હતો. તેમના એક મિત્ર અવિ કદમનું નિધન પણ કોરોના વાયરસના કારણે થયું હતું. ઓક્ટોબર 2020માં અવિ કદમે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.

You cannot copy content of this page