Only Gujarat

FEATURED National

તમે પણ કોથળીનું દૂધ પીઓ છો? થઈ જાવ સાવધ..ક્યાંક તમારી સાથે પણ આવું નથી થતું ને!

મુંબઈઃ તાજેતરમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટે સહાર ગામમાં પેકેટનાં દૂધમાં ભેળસેળ કરતી એક ગેંગને પકડી હતી. સાથે-સાથે બે લોકોની ધરપકડ પણ કરી હતી. આ લોકો જાણીતી કંપનીઓના પેકેટવાળા દૂધમાંથી શુદ્ધ દૂધ કાઢી તેમાં ભેળસેળવાળું દૂધ મિક્સ કરતા હતા.


આ દૂધને હોટેલ્સ, રેસ્ટોરેન્ટ્સ અને ચાની કીટલીઓ પર સપ્લાય કરતા હતા. તેમની પાસેથી બે બ્રાન્ડેડ કંપનીઓનું 271 લીટર ભેળસેળવાળું દૂધ જપ્ત કરવામાં આવ્યું છે.


આ સમગ્ર કેસની તપાસ કરી રહેલા ડીસીપી અકબર પઠાણે જણાવ્યું કે, અંધેરી પૂર્વના સહાર ગામમાં બે ઘરોમાં રેડ પાડીને બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ભેળસેળવાળા દૂધની કિંમત લગગભ દસ હજારની આસપાસ છે. આ લોકો પાસેથી મોટી માત્રામાં રંગ, કેમિકલ અને ચૂનો પણ મળી આવ્યો છે.


તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, તેમના દ્વારા તૈયાર કરવામાં આવતું દૂધ ઝેરી હોતું હતું. પોલીસને આશંકા છે કે, તેમની આ ગેંગમાં બીજા પણ ઘણા લોકો હોઇ શકે છે. જેમાં હોટેલ કે રેસ્ટોરેન્ટ્સના કેટલાક કર્મચારીઓ પણ હોઇ શકે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page