Only Gujarat

Bollywood TOP STORIES

સલમાન ખાનની એક્સ ભાભીએ કહી એવી વાત કે ચાહકો કરી રહ્યાં છે ભરપૂર વખાણ!

મુંબઈઃ મલાઇકા અરોરા બોલિવૂડ એક્ટ્રેસિસમાંથી એક છે, જે હંમેશાં ચર્ચામાં છવાયેલ રહે છે. તેના ફિટનેસ અને ડાન્સના વીડિયો સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થાય છે. હવે મહિલા દિવસ પર મલાઇકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી-લચક પોસ્ટ લખી છે, જે અત્યારે લોકોને આકર્ષી રહી છે.

વિમેન્સ ડે નિમિત્તે મલાઇકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી છે, જેમાં તેણે જણાવ્યું છે કે, સૌથી ખુશ કઈ મહિલાઓ હોય છે. તેની આ પોસ્ટ પર ઢગલાબંધ લોકોએ રિએક્શન્સ પણ આપ્યાં છે. આ પોસ્ટને લગભગ 2 લાખ 93 હજારથી પણ વધુ લોકોએ લાઈક કરી છે.


મલાઇકાએ લખ્યું હતું, “આજે સૌથી વધારે ખુશ એ મહિલાઓ નથી, જે પરિણીત છે, કે સિંગલ છે, કે પછી જેમની કરિયર બહુ સારી ચાલી રહી છે અને સારી કમાણી કરી રહી છે. પરંતુ સૌથી વધારે ખુશ એ મહિલાઓ છે, જેઓ પોતાની જાતને સંપૂર્ણ રીતે સાચો પ્રેમ કરે છે અને એ મહિલાઓ જેઓ પોતાના ભૂતકાળને પાછળ છોડી પોતાની જાત માટે કામ કરે છે અને દરેક વાતમાં પોતાની જાતને વધારે મહત્વ આપે છે, જેમણે પોતાની જાતને પીડીતા ગણાવવાની બંધ કરી દીધી. જે ગુસ્સા, આંસુ અને કડવાહટમાંથી બહાર નીકળી ગઈ. જેઓ જાણી ગઈ કે, ખુશી પોતાની મરજી અને જવાબદારી હોય છે. જેઓ આજમાં જીવે છે, નહીં કે પાસ્ટમાં. તેઓ એ કારણે ખુશ છે, કારણ કે તેમને બીજાંની માન્યતાની જરૂર નથી. તમને બધાંને મહિલા દિવસની શુભકામનાઓ. ”


મલાઇકા અરોરા સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે. ફિલ્મોથી દૂર થયા બાદ પણ તે તેની સ્ટાઇલ અને લુક્સના કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. તેના ઘણા ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, મલાઇકા અરોરા અત્યારે સોની ટીવીના ડાન્સ રિયાલિટી શો, ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરને જજ કરી રહી છે. આ શોમાં તેની સાથે ટેરેન્સ લુઇસ અને ગીતા કપૂર પણ જજ તરીકે જ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page