Only Gujarat

National

શર્મનાકઃ પતિને વ્હોટ્સએપથી મોકલી હતી નણંદની અશ્લીસ તસવીરો, ગંદી રમતનો થયો ખુલાસો

ઈન્દોર: નણંદ-ભાભીનો સંબંધ બે બહેનોની જેમ પવિત્ર હોય છે, જ્યાં બંને એકબીજાને બહેન માને છે. પરંતુ મધ્યપ્રદેશમાં એક શરમજનક મામલો સામે આવ્યો છે, જે આ સંબંધને કલંકિત કરે છે. અહીં એક મહિલા પોતાના પતિને બ્લેકમેઈલ કરવા માટે નણંદ એટલે કે પતિની બહેનના અશ્લીલ ફોટો ખેંચીને તેને મોકલતી રહી.

આશ્ચર્યજનક એવા આ મામલો ઈંદૌરના મહૂનો છે, જ્યાં કેટલાક દિવસો પહેલા સાયબર સેલને એક ફરિયાદ મળી કે એક ફૌજીને તેની બહેનના અશ્લીલ ફોટો મોકલવામાં આવી રહ્યા છે. મામલાની તપાસ કરતા પોલીસ અધિક્ષક જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે યુવકને છેલ્લા કેટલાક દિવસથી અલગ-અલગ વ્હોટ્સએપ નંબરથી તેની બહેનના અશ્લીલ ફોટોસ મોકલવામાં આવતા હતા.

જ્યારે મામલાની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે જે ફોનથી ફોટોસ મોકલવામાં આવી રહ્યા છે તે જબલપુરનું લોકેશન બતાવી રહ્યા છે. પોલીસે સક્રિયતા બતાવી તો ખબર પડી કે આ તસવીરો મોકલનાર બીજું કોઈ નહીં પરંતુ તે ફૌજીની જ પત્ની છે. તે જ આ ગંદી રમત રમી રહી હતી. પોલીસે મહિલાની ધરપકડ કરી છે. તેણે પૂછપરછમાં પોતાનો અપરાધ કબૂલ કર્યો છે.

પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેનો પતિ સાથે વિવાદ ચાલી રહ્યો છે. તેમના છૂટાછેડાનો કેસ પણ ફેમિલી કોર્ટમાં ચાલી રહ્યો છે. યુવતીએ જણાવ્યું કે તે પતિ સાથે બદલો લેવા માંગતી હતી. એટલે તેણે આવું કર્યું. જેથી તે તેને બ્લેકમેઈલ કરી શકે.

તપાસમાં સામે આવ્યું છે કે આ કામમાં મહિલાનો ભાઈ પણ તેની સાથે સામેલ હતો. પોલીસે બંને ભાઈ બહેનની સામે રાજ્યના સાયબર સેલમાં કેસ દાખલ કર્યો છે. બંનેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે કે તેમણે આ તસવીરો કોઈ સોશિયલ સાઈટ પર અપલોડ તો નથી કરીને.

 

You cannot copy content of this page