Only Gujarat

National TOP STORIES

માત્ર 12 ધોરણ પાસ છે આ યુવક, જુગાડથી બનાવ્યું એવું મશીન કે ખેડૂતો થયા ખુશખુશાલ

ચિત્તોડગઢ, રાજસ્થાનઃ મગજ તેજ હોય તો ભંગારમાંથી પણ લાભ મેળવી શકાય છે. દરેક ભંગાર વસ્તુમાંથી કંઈક નવું બનાવી શકાય છે. રાજસ્થાનના 22 વર્ષીય ખેડૂતે કંઈક આવુ જ કરી બતાવ્યું છે. ઘણી મોટી કંપનીઓ ખેતી સંબંધિત આધુનિક મશીનો બનાવવા લાગી છે પરંતુ દરેક સામાન્ય ખેડૂત માટે આ મશીનો ખરીદવા સરળ હોતા નથી.

આ જ વાતને ધ્યાને રાખી આ યુવા ખેડૂતોએ અમુક એવી વસ્તુઓ ડિઝાઈન કરી છે જેમની કિંમત સાવ નજીવી હોય. આ યુવા ખેડૂતનું નામ નારાયણ લાલ ધાકડ છે. તે ચિત્તોડગઢ જીલ્લાના એક નાનકડા ગામ જયસિંહપુરામાં રહે છે. નારાયણે ખેતી માટે એવા મશીનો બનાવ્યા છે, જે ખેડૂતોને ઘણી કામ આવી રહ્યા છે. તેણે પોતે બનાવેલા તમામ મશીનોને યુટ્યૂબ ચેનલ ‘આદર્શ કિશાન સેન્ટર’થકી ડેમો આપે છે. તેની ચેનલને લાખો લોકો ફોલો કરે છે.

નારાયણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે જ્યારે 12 વર્ષનો હતો ત્યારથી ખેતરે જાય છે. 12મા ધોરણના અભ્યાસ બાદથી તે ખેતી સંબંધિત મશીનો બનાવવા લાગ્યો. કાળિયાર ખેડૂતો માટે ચિંતાનો વિષય રહે છે. તેમને મારીને ભગાડવાની ઈચ્છા નહોતી થતી, તેથી આ વાતને ધ્યાનમાં રાખી નારાયણે ‘ખેતરના ચોકીદાર’ એવા મશીનની શોધ કરી.

‘જુગાડ’ થકી બનાવવામાં આવેલા ‘ખેતરના ચોકીદાર’મશીનથી એવા અવાજો નીકળે છે કે કાળિયાર ભાગી જાય છે. નારાયણની આ શોધ ઘણી ચર્ચામાં રહી છે. આ ઉપરાંત તેણે નીંદલના નીકાલ માટે પણ ખાસ સાધન બનાવ્યું છે. પાકને સાફ કરવા માટેની ચાળણી પણ તેના ઘરમાં રહેલા ઘીના ડબ્બાને કાપીને બનાવવામાં આવી હતી.

કપાસના પાકને ઉખાડવું મુશ્કેલ કાર્ય રહે છે. નારાયણે એવું સાધન બનાવ્યું કે, તે પાકને ખેંચીને સરળતાથી જમીનમાંથી ઉખાડી લે છે. નારાયણે પોતાના જુગાડ વડે વજનદાર સામાન લાવવા લઈ જવા માટે પણ નજીવી કિંમતે સાધન બનાવ્યું. ખેતરમાંથી જંતુ ભગાવવા નારાયણે લેમ્પ ટાઈપનું મશીન પણ બનાવ્યું છે. આ ઉપરાંત નારાયણે લણણી માટે પણ ખાસ સાધન બનાવ્યું છે.

નારાયણના પિતાનું નિધન તેના જન્મ અગાઉ જ હાર્ટ અટેકથી થયું હતું. તેનો ઉછેર માતા સીતાદેવીએ એકલા હાથે જ કર્યો. તેને બે જોડિયા બહેનો પણ છે. નારાયણ બાળપણથી પોતાની માતા સાથે ખેતરે જતો હતો. ત્યારથી જ તેને ખેતી પ્રત્યે રસ હતો અને સમય મળતા જ તે તેમાં આગળ વધી રહ્યો છે.

You cannot copy content of this page