Only Gujarat

Bollywood

ખૂબ જ ગ્લેમર્સ છે ક્રિકેટર શમીની પત્ની હસીન જહાં, તેના પહેલાં પતિની તસવીરો આવી સામે

ભારતીય ક્રિકેટ ટીમના બૉલર મોહમ્મદ શમીની તેમનાથી અલગ રહેતી પત્ની હસીન જહાં હંમેશા ચર્ચામાં રહે છે. ઘણા લાંબા સમયથી તે પતિથી અલગ રહે છે. તેણે ફરીથી મૉડેલિંગમાં કરિયર બનાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. તે સતત સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયો પોસ્ટ કરી રહે છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર શમી સાથે એક ન્યૂડ ફોટો પોસ્ટ કરીને તહેલકો મચાવી દીધો હતો, જેના પર શમ્મીનું કડક રીએક્શન સામે આવ્યું હતું. હસીન જહાંએ લાંબા સમય સુધી એ વાત છુપાવીને રાખી હતી કે શમી પહેલા પણ તેના એક લગ્ન થઈ ચુક્યા છે. પરંતુ હવે તે વાત જગજાહેર થઈ ચુકી છે.

એક પરચૂરણ દુકાનદાર સાથે કર્યા લગ્ન
હસીન જહાં પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાની છે. સ્કૂલના અભ્યાસ દરમિયાન તેને બીરભૂમમાં એક પરચૂરણની દુકાન ચલાવતા શખ્સ સાથે પ્રેમ થઈ ગયો. તેનું નામ શેખ સૈફુદ્દીન છે. હસીન જહાંએ વર્ષ 2002માં તેમની સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેને બે દીકરીઓ પણ છે. પરંતુ હસીન ખૂબ જ મહત્વાકાંક્ષી હતી. તે મૉડેલિંગમાં કરિયર બનાવવા માંગતી હતી. 2010માં તેણે સૈફુદ્દીનને છૂટાછેડા આપી દીધા અને કોલકાતા જતી રહી.

બની ગઈ ચીયર લીડર
મૉડેલિંગમાં કામ મેળવવા માટે સંઘર્ષ કરતા હસીન જહાં કોલકાતા નાઈટરાઈડર્સમાં ચીયર લીડર બની ગઈ. એક મેચ દરમિયાન વર્ષ 2012માં તેની મુલાકાત મોહમ્મદ શમી સાથે થઈ અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. જે બાદ જૂન, 2014માં બંનેએ લગ્ન કરી લીધા.

પહેલા લગ્નની વાત છુપાવી
મોહમ્મદ શમીથી હસીન જહાંએ પોતાના પહેલા લગ્નની વાત છુપાવી હતી. મોહમ્મદ શમીનું કહેવું છે કે જ્યારે તેમને આ વાતની ખબર પડી તો તે ઓ દીકરીઓને રાખવા માટે તૈયાર થઈ ગયા, પરંતુ હસીન જહાં તેના માટે રાજી ન થઈ.

લાંબા સમયથી ચાલી રહ્યો છે વિવાદ
હસીન જહાં અને મોહમ્મદ શમી વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. લગ્નના 4 વર્ષ બાદ હસીન જહાંએ પતિની અન્ય છોકરીઓ સાથેની અશ્લીલ ચેટનો વીડિયો વાયરલ કરી દીધો. તેણે શમી પર અનેક છોકરીઓ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવ્યો. હસીને ઘરેલૂ હિંસાના મામલામાં કોલકાતા પોલીસમાં શમી સામે મામલો દાખલ કરાવ્યો છે.

લગાવ્યો મેચ ફિક્સિંગનો આરોપ
હસીન જહાંએ 2018માં શમી પર મેચ ફિક્સિંગનો આરોપ પણ લગાવ્યો. આ મામલામાં શમીએ તપાસનો સામનો પણ કરવો પડ્યો. મીડિયામાં તેમની વચ્ચેનો વિવાદ ખૂબ જ ચગ્યો હતો. હાલ તો, હસીન જહાં ગ્લેમર વર્લ્ડમાં પોતાની જગ્યા બનાવવા માટે મહેનત કરી રહી છે. તો પોતાની બોલ્ડ તસવીરો સતત ઈન્સ્ટાગ્રામ પર મુકતી રહે છે. હવે શમી અને તેની વચ્ચે સમજૂતી થવાની શક્યતા નહિંવત છે.

ખૂબ જ બોલ્ડ છે હસીન
હસીન ખૂબ જ બોલ્ડ છે. તે શરૂઆતથી જ મહત્વાકાંક્ષી રહી છે. તેને નજીકથી જાણતા લોકોનું કહેવું છે કે તે બંધાઈને ન રહી શકે. તેનું એક જ લક્ષ્ય છે, મૉડેલિંગમાં કરિયર બનાવવું અને ખૂબ પૈસા કમાવા. એ માટે તે સોશિયલ સાઈટ્સનો સહારો લઈ રહી છે. તેની ફેન ફોલોઈંગ પણ વધી રહી છે.

સમય-સમય પર કરે છે ધમાકા
હસીનને ઓળખતા લોકોનું કહેવું છે કે તે ખૂબ જ જિદ્દી છે અને સરળતાથી શમીનો પીછો નહીં છોડે. તે સમય-સમય પર કાંઈક ને કાંઈક ધમાકો કરતી જ રહે છે. તેણે કોલકાતાને પોતાનું ઠેકાણું બનાવી લીધું છે. ત્યાં તેને મૉડેલિંગનું મોટું કામ તો નથી મળી શકે એમ, તેમાં વધતી જતી ઉંમર પણ આડી આવશે, પરંતુ ગૃહરાજ્યમાં તે પોતાને વધુ સુરક્ષિત મહેસૂસ કરે છે.

You cannot copy content of this page