Only Gujarat

Bollywood FEATURED

એક સમયની બોલિવૂડની ગ્લેમરસ એક્ટ્રેસ હવે દેખાય છે આવી, ઓળખી પણ નહીં શકો એ નક્કી

મુંબઈ: ‘આશિકી’ ફિલ્મ 90ના દાયકાની સૌથી પોપ્યુલર ફિલ્મોમાં એક ગણાતી હતી. ફક્ત ફિલ્મના સોંગ જ સુપરહિટ નહોતા થયા પરંતુ ફિલ્મના અભિનેતા અને અભિનેત્રી પણ તે સમય પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. ફિલ્મમાં એક તરફ લીડ અભિનેતાના રોલમાં રાહુલ રોય અને લીડ અભિનેત્રીના રોલમાં અનુ અગ્રવાલ જોવા મળી હતી. આ સોંગ આજે પણ લોકોને યાદ છે.

આ ફિલ્મે અબિનેત્રીને બહુ જ લોકપ્રિયતા અપાવી હતી પરંતુ અભિનેત્રી આ લોકપ્રિયતાને સાચવી શકી નહીં. હવે લોકો તેના કરિયરના કારણે યાદ રાખતા નથી. પરંતુ તેના વિતેલા બે દશકમાં થયેલી પોતાના ટ્રાન્સફોર્મેશનના કારણે તે ઓળખાય છે. હાલ જેની વાત કરવામાં આવી રહી છે તે અભિનેત્રી એ સમયમાં બોલ્ડ અભિનેત્રી તરીકે ઓળખાતી હતી. જોકે હાલ આ તસવીરો જોઈને પણ અભિનેત્રીને ઓળખવી મુશ્કેલ છે.

અનુ અગ્રવાલનો જન્મ 11 જાન્યુઆરી 1969માં થયો હતો. અનુ જ્યારે દિલ્હી યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો અભ્યાસ કરતી હતી ત્યારે તેને મહેશ ભટ્ટે ‘આશિકી’ ફિલ્મમાં બ્રેક આપ્યો હતો. ત્યાર બાદ અનુએ ‘ગજબ તમાશા’, ખલનાકિયા, કિંગ અંકલ, કન્યાદાન અને રિટર્ન ટૂ જ્વેલ થીફમાં કામ કર્યું હતું. પરંતુ આ તમામ ફિલ્મો ફ્લોપ ગઈ હતી.

અનુએ પોતાની સંપત્તિ દાનમાં આપીને સંન્યાસનો માર્ગ પસંદ કર્યો હતો. રાતોરાત સ્ટાર બનેલી અભિનેત્રી અનુ અગ્રવાલ છેલ્લા ઘણાં વર્ષોથી ફિલ્મોની દુનિયાથી દૂર છે. ફિલ્મોમાં કામ કરવાનું છોડ્યા બાદ અનુ અગ્રવાલ એકદમ સાદું જીવન જીવી રહી છે.

જણાવી દઈએ કે, 1999માં અનુ અગ્રવાલનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં અનુ અગ્રવાલની માત્ર યાદશક્તિ જ નહીં પરંતુ 29 દિવસ સુધી કોમામાં રહી હતી. અનુ અગ્રવાલે પોતાની આત્મકથા An ‘Anusual’ Memoir of a girl, who came back from the deathમાં પોતાના અનુભવને શેર કર્યાં હતાં.

તે તેની જિંદગીના સૌથી ખરાબ દિવસો વિતાવતી હતી કારણે થોડા વર્ષો સુધી તો કોઈને ખબર નહોતી કે તે ક્યાં રહે છે. પરંતુ એક દિવસ ખબર પડી કે, અનુ અગ્રવાલ સ્ટારડમ અને ફિલ્મ દુનિયાથી દૂર બિહારના મુંગેર વિસ્તારમાં પોતાની જિંદગી વિતાવી રહી છે.

વર્ષ 1996માં દેવ આનંદની ફિલ્મ રિટર્ન ઓફ ધ જ્વેલ થીફમાં અભિનેત્રી છેલ્લીવાર બોલિવૂડના પડદા પર જોવા મળી હતી. ત્યાર બાદથી અત્યાર સુધી તેની એક પણ ફિલ્મ આવી નહીં.

 

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page