Only Gujarat

Religion TOP STORIES

15 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિઓના જીવનમાં હશે બસ પૈસા જ પૈસા

અમદાવાદઃ સૂર્ય 15 જાન્યુઆરીના રોજ પોતાના શત્રુ ગ્રહ શનિની રાશિ મકરમાં ગોચર કરશે. સૂર્યને જ્યોતિષની આત્મા, સરકારી નોકરી, ઉચ્ચ પદ, પ્રતિષ્ઠા, માન-સન્માન, લીડરશિપ વગેરેનો કારક માનવામાં આવે છે. આ તુલા રાશિમાં નીચનો તથા મેષ રાશિમાં ઉચ્ચનો છે. સિંહા રાશિનો આ સ્વામી છે. સૂર્યના ગોચરને સંક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે. આથી 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ છે. સૂર્યનું આ ગોચર કેટલીક રાશિને ફાયદો તો કેટલીક રાશિને નુકસાન કરાવશે.

  • મેષઃ સૂર્યનું આ ગોચર તમારા માટે લાભદાયી છે. તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. જો તમે નોકરી કરતા હશે તો ઉચ્ચ પદની પ્રાપ્તિ અથવા પ્રમોશન થશે.
  • વૃષભઃ પિતાજીની તબિયત બગડી શકે છે અથવા તેમની સાથે ઉગ્ર મતભેદો થશે. આ સમય દરમિયાન આવકમાં ઘટાડો થશે પરંતુ આ આવનારા સમયમા મોટો ધનલાભ થવાનો ઈશારો છે.
  • મિથુનઃ એવું કોઈ કામ ના કર્યો કે તમારી ઈમેજને નુકસાન થાય. તમે કાનૂન વિરુદ્ધ કામ કર્યું તો તમને દંડ થઈ શકે છે. શત્રુઓ સાથે ઝઘડા થશે. આ ઉપરાંત ઉધરસ તથા અન્ય બીમારી થાય તેવી શક્યતા છે.
  • કર્કઃ લગ્નજીવનમાં મુશ્કેલી આવી શકે છે. તમારા જીવનસાથીની તબિયત ખરાબ થઈ શકે છે. જોકે, આ સમય દરમિયાન ધન સંબંધી કોઈ મુશ્કેલી આવશે નહીં. મિત્રો તથા પરિવારના સભ્યો સાથે મતભેદ થવાની શક્યતા છે.
  • સિંહઃ આ ગોચર તમને સારું પરિણામ આપશે. સરકારી નોકરીની તૈયારી કરતાં લોકોને સફળતા મળી શકે છે. વિરોધીઓ તમારી આગળ ફાવશે નહીં અને કોર્ટ-કચેરીમાં સફળતા મળશે.
  • કન્યાઃ મનમાં બેચેની રહેશે. મિત્રો સાથે મનભેદ થવાની શક્યતા છે. સંતાનને શારીરિક કષ્ટ થશે. વિદ્યાર્થી હશો તો અભ્યાસમાં સફળતા મળશે.
  • તુલાઃ પરિવારમાં ક્લેશ થઈ શકે છે. માતાની તબિયત બગડી શકે છે. તમારે કારણે ઘરમાં ઝઘડો થાય તેવી શક્યતા છે.
  • વૃશ્ચિકઃ તબિયત સારી રહેશે. તમારા પ્રયાસોનું પૂરતું પરિણામ મળશે. ભાઈ-બહેનોને મુશ્કેલી પડી શકે તેમ છે. તમારા સાહસ તથા પરાક્રમમાં વૃદ્ધિ થશે. જૂનો રોગ મટી જાય તેવી સંભાવના છે.
  • ધનઃ ભાષામાં સંયમ રાખો, કર્કશતાને કારણે તમને મુશ્કેલી પડી શકે છે. પરિવારમાં વિવાદ થશે અને તમને માથાનો દુખાવો તથા આંખની બીમારી થઈ શકે છે.
  • મકરઃ તબિયત નાજુક રહેશે. પેટ સંબંધિત રોગ, તાવ વગેરે થવાની સંભાવના છે અને આ સમય દરમિયાન માનસિક ચિંતામાં વધારો થશે. જોકે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. ધીરજ રાખવી અને આ પરિસ્થિતિઓનો મક્કમ મનથી સામનો કરી શકશો.
  • કુંભઃ કોઈ કારણથી તમે પરિવારથી દૂર જઈ શકો છો. પતિ કે પત્ની સાથેના સંબંધોમાં તણાવ આવશે. તબિયત નરમ-ગરમ રહેશે. ખર્ચો વધશે.
  • મીનઃ લાભની પ્રાપ્તિ થશે. બોસ તમારા પક્ષમાં રહેશે અને તમને આર્થિક તથા સામાજિક લાભ મળશે. તમારા મોટા ભાઈ-બહેનનો સાથ મળશે અને અપેક્ષાઓ પૂરી થશે.
Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page