Only Gujarat

National TOP STORIES

ગેંગસ્ટર વિકાસ દુબે માટે ચક્રવ્યૂહ રચનાર આ IPS કોણ છે? ઓળખો

કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યાના આરોપી વિકાસ દુબેનું એન્કાઉન્ટર થયું છે. આ સમગ્ર ઓપરેશનમાં એસટીએફના આઈજી અમિતાભ યશની મોટી ભૂમિકા છે. તેમણે જ આખું ઓપરેશન હેન્ડલ કર્યુ છે. જણાવી દઈએ કે અમિતાભ યશ 1996 બેચના આઈપીએસ અધિકારી છે અને તે હાલમાં એસટીએફના વડા પણ છે. શુક્રવારે સવારે 6.30 વાગ્યે એટીએસએ વિકાસ દુબેનું એન્કાઉન્ટર કર્યુ હતુ. પોલિસના જણાવ્યા મુજબ, જે વાહનથી વિકાસ લાવવામાં આવી રહ્યો હતો, તેનો અકસ્માત થયો હતો. આ પછી વિકાસે ભાગવાનો પ્રયાસ કર્યો. તેણે પોલીસકર્મીની બંદૂક પણ છીનવી લીધી. દરમિયાન પોલીસે આત્મરક્ષામાં તેને ગોળી મારી દીધી હતી.

કાનપુરના બીકરુમાં 8 પોલીસકર્મીની હત્યા બાદ પોલીસની ઘણી આલોચના થઈ હતી. આ પછી એસટીએફને વિકાસ અને તેના સાથીઓની શોધમાં લગાવવામાં આવ્યા હતા. એસટીએફના આઈજી અમિતાભ યશે મોરચો સંભાળ્યો. અમિતાભ યશની સૂચનાથી આ સમગ્ર અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતુ.

અમિતાભે બુંદેલખંડનાં ડાકુઓનો ખાત્મ કર્યો હતો
IPS અધિકારી આઈજી અમિતાભ યશ છે, જેમની ઓળખ બુંદેલખંડનાં બીહડમાં ડાકુઓનો અંત કરવા માટે થાય છે. તેમની જ ટીમ વિકાસ દુબેને ઉજ્જૈનથી લઈને કાનપુર આવી રહી હતી.

અમિતાભ યશ કેમેસ્ટ્રીમાં એમએસસી થયા છે
અમિતાભ યશે કેમેસ્ટ્રીમાં એમએસસી કર્યું છે અને પોલીસ વિભાગમાં તે એક એવા અધિકારી તરીકે ઓળખાય છે જે તેમની ટીમ ઉપર ખૂબ વિશ્વાસ કરે છે.

અમિતાભ વિકાસ દુબેને શોધી રહ્યા હતા
અમિતાભ યશ કાનપુરમાં થયેલા કૌભાંડ બાદ પોલીસ વિભાગ, ઈન્ટેલિજન્સ અને લોકલ યૂનિટ એસટીએફ સાથે વિકાસ દુબેને શોધી રહ્યા હતા. મૂળ બિહારના વતની, અમિતાભ યશ ગુનેગારો સામેના કડક વલણ માટે જાણીતા છે. અમિતાભ એન્કાઉન્ટર નિષ્ણાત તરીકે પણ પ્રખ્યાત છે.

અમિતાભ યશે 21 જુલાઈ 2007 ના રોજ દાદુઆનું એન્કાઉન્ટર કર્યુ હતુ. ત્યારબાદ તેમણે કુખ્યાત ડાકુ ઠોકિયાની હત્યા કરી હતી. અમિતાભ યશ તેની ટીમ સાથે દાદુઆને મારવા જંગલમાં 50 કિમી ચાલ્યા હતા.

વિકાસ દુબેને કેમ ઠાર કરવામાં આવ્યો
વિકાસ દુબેનાં એન્કાઉન્ટર અંગે ઉત્તર પ્રદેશના એડીજી પ્રશાંત કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે, વિકાસ દુબેએ ઘાયલ પોલીસ કર્મચારીઓની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ટીમે પીછો કર્યો હતો અને તેને ઘેરી લેવામાં આવ્યો હતો અને સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તે માન્યો ન હતો. તેણે પોલીસ ટીમ ઉપર ફાયરિંગ કર્યું હતું.

પોલીસે આત્મરક્ષણ માટે ફાયરિંગ પણ કર્યું હતું, જેમાં તે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ચાર પોલીસ જવાન ઘાયલ થયા છે.

આ ઉપરાંત બે એસટીએફ લોકો ઘાયલ થયા છે. કાનપુર એન્કાઉન્ટરમાં કુલ 21 આરોપી હતા અને 60 થી 70 અન્ય આરોપી હતા. જેમાંથી અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, 6 માર્યા ગયા છે અને 7 લોકોને ધરપકડ કરી 120 બી હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે. 12 ઇનામી બદમાશો ભાગી રહ્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page