Only Gujarat

National

ગર્લફ્રેન્ડની બહેનના કારણે છોકરાનો આપઘાત, લખ્યું- ‘બધો ગુનો મારો છે, છોકરીની કોઈ ભૂલ નથી’

એક ખૂબ જ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં માત્ર 17 વર્ષના છોકરાએ ટ્રેન સામે પડતું મૂકીને મોતને વ્હાલ કર્યું હતું. પોલીસ તપાસમાં આ સુસાઈડ કેસમાં શોકિંગ ખુલાસો થયો છે. સગીર છોકરાએ સોશ્યિલ મીડિયામાં શેર કરેલી બે પોસ્ટ અને એક ઓડિયો સામે આવ્યો છે. જેમાં તેણે ગર્લફ્રેન્ડની મોટી બહેન પર બ્લેકમેઈલ કરવાનો આરોપ મૂક્યો છે. સગીર છોકરાએ ગર્લફ્રેન્ડ માટે લખ્યું હતું- I am sorry જાન. હું આ પગલું ભરવા જઈ રહ્યો છું. હું નહીં મરું તો તારી ઈજ્જત થશે. સગીર છોકરાએ લોહીના આંસુઓએ લખેલી આખી સુસાઈટ નોટ વાંચીને ભલભલા રડી પડ્યા છે.

શું હતો મામલો?
આ મામલો રાજસ્થાનના નાગૌરનો છે. અહીં 17 વર્ષનો ઘનશ્યામ લાલ નામનો સગીર છોકરો મોર્નિંગ વોકનું કહીને ઘરેથી નીકળ્યો હતો. તેણે સંપર્ક ક્રાંતિ ટ્રેન સામે કૂદીને સુસાઈડ કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં પહેલા તો આત્મહત્યાનું કોઈ કારણ જાણવા મળ્યું નહોતું. દરમિયાન સુસાઈડ પહેલાં સગીરે સોશ્યલ મીડિયામાં કરેલી બે પોસ્ટ અને એક ઓડિયો ફરતો ફરતો પોલીસ પાસે પહોંચ્યો હતો. પોલીસે આ અંગે ઉંડાણથી તપાસ કરતાં હચચમાવી દેતા ખુલાસા થયા હતા. મૃતક સગીર 9માં ધોરણનો સ્ટુડન્ટ હતો. તેનો તેની જ જાતિની એક છોકરી સાથે અફેર હતું. છોકરાની પોસ્ટ પરથી જાણવા મળ્યું હતું કે પ્રેમિકાની મોટી બહેન આ સંબંધથી રાજી નહોતી. તે વારંવાર આ વાતને લઈને ટોણો મારતી હતી. જેના કારણે પરેશાન થઈને સગીર છોકરાએ જીવન ટૂંકાવી લીધું હતું.

હું તારી લાઈફને ખરાબ નહીં કરું
સગીર છોકરાએ પહેલી પોસ્ટમાં લખ્યું- ”આઈ લવ યુ મારી જાન. પ્રેમ માટે જીવ નસીબવાળા લોકો જ આપી શકે છે. લવ યુ સો મચ મીનુ (નામ બદલ્યું છે). બસ તારી સાથે છેલ્લી વખત વાત ન થઈ શકી એ દુ:ખ લઈને જઈ રહ્યો છું. આઈ એમ સોરી. જો હું આવું ન કરેત તો તારી લાઈફ અને નામ ખરાબ થઈ જાત. ખુશ રહેજે સારી રીતે ખુશી ખુશી જિંદગી જીવજે. તારી સૌથી મોટુ ટેન્શન દૂર થઈ ગયું છે. હું જ્યારે તને મળ્યો હતો ત્યારે જે વાત કરી હતી એ જ વાત આજે પણ કરી રહ્યો છું કે તું મારી જાન છે. બસ તુ ખુશ રહજે. સાથે જીવવા-મરવાની કસમ ખાધી હતી. હું જઈ રહ્યો છું, કેમ કે મારી મજબૂરી છે. હું તારી લાઈફ ખરાબ ન કરી શકું.”

બધાને હાથ જોડું છુ કે પ્રેમને સપોર્ટ કરો. જાતિ ન જુઓ
સગીર છોકરાએ બીજી પોસ્ટમાં લખ્યું- ”હું સુસાઈડ કરી રહ્યો છું. તે મને બ્લેકમેઈલ કરી કરી છે. (અહીં પ્રેમિકાની મોટી બહેનની વાત છે). હું અને મીનુ એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. મીનુ મારી જાન છે અને મે હંમેશા તેને પ્રેમ કર્યો છે અને કરતો રહીશ. I am sorry જાન. હું આ પગલું ભરવા જઈ રહ્યો છું. હું નહીં મરું તો તારી ખૂબ ઈજ્જત જશે. મને માફ કરી દેજે. હું દગો આપીને જઈ રહ્યો છું. બધાને હાથ જોડું છુ કે પ્રેમને સપોર્ટ કરો. જાતિ ન જુઓ. તમારા બાળકોની ખુશી જુઓ.”

ત્રણ મિનિટનો ઓડિયો પણ શેર કર્યો
સુસાઈડ પહેલા ત્રણ મિનિટનો એક ઓડિયો પણ શેર કર્યો છે. જેમાં તે કહી રહ્યો હતો- ”હું જે પણ કરી રહ્યો છું તે પૂરા હોશમાં કરી રહ્યો છું. હું સુસાઈડ કરી રહ્યો છું. જેનું કારણ એક છોકરીની ઈજજ્ત છે. અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. અમે બંને એક જ જાતિના છીએ. જેના કારણે પરિવારજનો માની રહ્યા નથી.”

હું તેને જિંદગીભર પ્રેમ કરતો રહીશ
”તેની મોટી બહેન મને ખૂબ બ્લેકમેઈલ કરી રહી છે. તે જે બોલી રહી છે તે હું સાંભળી શકતો નથી. એટલી તાકાત પણ નથી. મારો પ્રેમ ખૂબ સીધો અને સરળ છે. હું કહું છું હિંમત કરો અને પ્રેમનો સાથ આપો. બધો ગુનો મારો છે, છોકરીની કોઈ ભૂલ નથી. હું તેને જિંદગીભર પ્રેમ કરતો રહીશ. દગો આપીને જઈ રહ્યો છું અને હવે કોઈ રસ્તો બચ્યો નથી. આઈ એમ સોરી…સોરી આઈ લવ યુ સો મચ.”

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page