Only Gujarat

National

યુવકમાં દેખાયા હતા કોરોનાના લક્ષણો, પરિવારજનોએ ના અટકાવ્યા લગ્ન, થયું મોત

પટણાઃ બિહારના પાટનગર પટણાના એક ગામમાં લગ્નમાં સામેલ થયેલા 95 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. લગ્નના 2 દિવસ બાદ જ 30 વર્ષીય વરરાજાનું પણ મોત થયું હતું. મૃતક યુવક અનિલ ગુરુગ્રામમાં સોફ્ટવેર એન્જિનિયર હતો. જોકે તેના અંતિમ સંસ્કાર અગાઉ કોરોના ટેસ્ટ કરાયો નહોતો. તેમાં અગાઉ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા.

પટણાના તંત્રને પાલીગંજ ગામના યુવકના નિધનની જાણ થઈ હતી. ત્યારબાદ તેના પરિવારજનોનો કોરોના ટેસ્ટ કરાયો હતો. આ ગામ પટણાથી 50 કિ.મી. દૂર છે. 15 જૂને સામેલ 15 લોકોને કોરોના હોવાનું સામે આવ્યું હતું. જે પછી તંત્રની ટીમ દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરવામાં આવ્યું.

સોમવાર સવાર સુધીમાં 375 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા અને તેમાંથી 93 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બિહારની પ્રથમ ઘટના છે જ્યારે આટલા મોટા પ્રમાણમાં કોરોનાનો ચેપ ફેલાયો હોય. જોકે તંત્રની ટીમ અનિલનો ટેસ્ટ ના કરી શકી કારણ કે પરિવારજનોએ તંત્રને જાણ કર્યા વગર જ અંતિમ સંસ્કાર કરી નાંખ્યા હતા. તે ખાનગી વાહનમાં ગુરુગ્રામથી પોતાના ગામ આવ્યો હતો, તેના લગ્ન અગાઉથી નક્કી હતા.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, 30 વર્ષીય અનિલ 12મેનાં રોજ લગ્ન કરવા માટે દીહપાલી ગામ પહોંચ્યો હતો. તેની અંદર કોરોનાના લક્ષણો દેખાતા હોવા છતાં પણ તેના પરિવારજનોએ લગ્ન અટકાવ્યા નહીં. લગ્નના 2 દિવસ બાદ તેની સ્થિતિ બગડી અને પટણા એમ્સ ખાતે સારવાર માટે લઈ જતા સમયે તેનું મોત થયું હતું. તે પછી તંત્ર દ્વારા લગ્નમાં સામેલ થનારા દરેક મહેમાનોનો કોરોના ટેસ્ટ કરાવાયો હતો. તેના અંતિમ સંસ્કારમાં સામેલ લોકોનો પણ કોરોના ટેસ્ટ કરાયો હતો. તેમાં 108 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જ્યારે દુલ્હનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. પાલીગંજ વિસ્તારમાં ઘણા બ્લૉક અને ગામને સીલ કરવામાં આવ્યા છે.

દુલ્હાના પરિવારજનો, કરિયાણાની દુકાનવાળાથી લઈ શાકભાજીવાળાને પણ કોરોના
પાલીગંજમાં સોમવારે કોરોનાનો જે રિપોર્ટ આવ્યો તેમાં એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ યુવક અનિલના સંબંધી પણ છે મૃતકના અંતિમ સંસ્કારમાં પણ સામેલ થયો હતો. આ ઉપરાંત કરિયાણાની દુકાનવાળા, શાકભાજીવાળા અને મિઠાઈવાળા ઉપરાંત પંચાયત કમિટીના અધ્યક્ષને પણ કોરોના થયો. કરિયાણાની દુકાનવાળા અને શાકભાજીવાળા એ જ છે જેમનો સામાન અનિલના લગ્ન સમારોહ માટે ગયો હતો. મિઠાઈવાળાની દુકાનનો એક કર્મચારી સંક્રમિત નીકળ્યો અને પાલીગંજના બીબીપુરનો રહેવાસી છે અને તે લગ્ન બાદ પણ કામ કરી રહ્યો હતો.

લોકોને ઘરની બહાર ના નીકળવા અપીલ
પાલીગંજના બીડીઓ ચીરંજીવી પાંડેયએ જણાવ્યું કે, ડીહપાલી, મીઠા કુવા, બાબા બેરિંગ રોડ ઉપરાંત માર્કેટના અમુક વિસ્તારને બેરિકેડિંગ કરી સીલ કરવામાં આવ્યો છે. તે પછી લાઉડ સ્પીકરના માધ્યમથી કામ વગર ઘરની બહાર ના નીકળવા અપીલ કરવામાં આવી છે.

You cannot copy content of this page