Only Gujarat

National

જમીનમાંથી મળ્યું દુર્લભ પ્રાચીન સિક્કાઓ ભરેલું માટલું, ઉપર ફારસી ભાષામાં હતું લખાણ

જયપુરઃ રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે જ્યાં ખોદકામ દરમિયાન અચાનક એક માટલું મળી આવ્યું હતું. જેના કારણે લોકોને નવાઈ લાગી હતી. લોકોએ માટલાની અંદર જોયું તો તેમાં તાંબાના 333 દુલર્ભ પ્રાચીન સિક્કાઓ જોવા મળ્યા.

વાસ્તવમાં આ ઘટના સવાઈ માધવપુરના ખંડારના અલ્લાપુર ગામની છે, અહીં સ્થિત તલાઈ પર મનરેગા હેઠળ ચાલી રહેલ ખોદકામ દરમિયાન આ માટલું મળી આવ્યું હતું. આ માટલું એક મોટા પથ્થરને હટાવ્યા બાદ મળી આવ્યું હતું.

આ માટલાની અંદર જોયું તો તેમાં તાંબાના દુર્લભ અને અમૂલ્ય સિક્કાઓ હતા, ત્યાં ખોદકામ કરતા શ્રમિકોએ અધિકારીઓને જાણ કરી હતી. ઘટના સ્થળે ખંડાર વિકાસ અધિકારી પહોંચ્યા અને લોકોની હાજરીમાં સિક્કા ગણવામાં આવ્યા.

આ માટલાની અંદર નાના-મોટા એમ કુલ 333 તાંબાના સિક્કા હતા. અઘિકારીના નિર્દેશ અનુસાર વિકાસ અધિકારીએ પોલીસ તથા શ્રમિકોની હાજરીમાં તમામ તાંબાના સિક્કા ખંડારના તલાટી દેવી સિંહને સોંપવામાં આવ્યા હતા. આ સિક્કાઓ પર ફારસી ભાષામાં કંઈક લખેલું જોવા મળ્યું હતું.

 

You cannot copy content of this page