Only Gujarat

Bollywood FEATURED

સુશાંત સિંહ રાજપૂતના નિધન પહેલાં જ વિકિપીડિયા થઈ ગયું હતું અપડેટ, ચાહકો કરી રહ્યાં છે સવાલો

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને 15 દિવસ થયા છે. પરંતુ સુશાંતના ચાહકો આજે પણ તેને તે જ રીતે યાદ કરે છે. સાથે જ, ચાહકો સુશાંતના નિધનનું કારણ જાણવા માંગે છે. તેઓ આ માટે કંઈ પણ કરવા તૈયાર છે. હવે સુશાંત સિંહ રાજપૂતના ચાહકોએ દેશના ગૃહ પ્રધાન અમિત શાહની મદદ માટે વિનંતી કરી છે.

વાસ્તવમાં 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂત તેના ઘરમાં જ ફાંસી પર લટકતો મળી આવ્યો હતો. જેને જોઇને આ કેસ આત્મહત્યાનો માનવામાં આવી રહ્યો છે. પરંતુ સુશાંતના ચાહકો તે માનવા તૈયાર નથી કે તેણે આત્મહત્યા કરી છે. સુશાંતના ચાહકોનું માનવું છે કે તેની હત્યા કોઈએ કરી છે. તેના પર સોશિયલ મીડિયા યુઝર્સે હવે પોલીસ અને સરકાર સમક્ષ એક નવો સવાલ ઉભો કર્યો છે.

સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સનું કહેવું છે કે સુશાંત સિંહ રાજપૂતના મોત પહેલા જ વિકિપીડિયા અપડેટ કરવામાં આવ્યું હતું. 14 જૂનની સવારે 9 થી 9:30 સુધી સુશાંતના વિકિપીડિયા પેજ પર અપડેટ કરવામાં આવ્યું કે તેણે આત્મહત્યા કરી છે. જ્યારે સુશાંતની આત્મહત્યાના સમાચાર 14 જૂનના રોજ બપોરે 1 વાગ્યાથી બપોરે 2 વાગ્યા વચ્ચે આવ્યા હતા.

સુશાંતના ચાહકો હવે તે આઈપી એડ્રેસ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. જેના દ્વારા કથિત રીતે સુશાંતની મોતનાં સમાચાર સવારે જ તેના વિકિપીડિયા પેજ પર અપડેટ કરાયા હતા. હવે સુશાંતના ચાહકોએ અમિત શાહને મદદ માટે વિનંતી કરી છે. ટ્વિટર પર #AmitShahDoJusticeForSSRના હેશટેગથી ટ્વીટ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય વાત એ છે કે સુશાંતસિંહ રાજપૂતે તેના મુંબઇ નિવાસસ્થાને ફાંસી લગાવી હતી. આ કેસને પ્રાઇમરી દ્રષ્ટિએ આપઘાત ગણાવ્યો છે. આ કેસની તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 27 થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. સાથે જ લોકોએ આ કેસમાં સીબીઆઈ તપાસની પણ માંગ કરી છે.

You cannot copy content of this page