Only Gujarat

National

20 રૂપિયાના ભજીયામાં નાખી દીધી મરેલી ગરોળી, સચ્ચાઈ સામે આવી તો ચમકી ગયો માલિક!

રાજસ્થાનના જોધપુર શહેરમાં મહામંદિર ચાર રસ્તા પાસે આવેલી મીઠાઈની દુકાનમાંથી ખરીદેલાં મિર્ચી વડામાં મરેલી ગરોળીનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બે યુવકો વાત કરીને ગરોળી બતાવી રહ્યા છે. બંનેનો આરોપ હતો કે, મરેલી ગરોળી મિર્ચી વડામાંથી નીકળી છે. જ્યારે આ મામલો પોલીસ પાસે પહોંચ્યો તો હકીકત સામે આવી કે, બંને યુવકોએ ખોટો વીડિયો બનાવી 20 હજાર રૂપિયા માંગ્યા હતાં. આ પછી મહામંદિર પોલીસ સ્ટેશનમાં બંને સામે ફરિયાદ પણ દાખલ કરાઈ છે.

પોલીસ ઇન્સ્પેક્ટર લેખરાજ સિહાગે જણાવ્યું કે, ‘એક વીડિયો વાઇરલ થયો છો. મહામંદિર ચાર રસ્તા પર આવેલી એક મિઠાઈની દુકાનથી ખરીદવામાં આવેલા મિર્ચી વડામાં ગરોળીની નીકળી છે. જેવો આ વીડિયો દુકાનદાર સુધી પહોંચ્યો હતો.

આ પછી તે પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને બાવડી ગામના રહેવાસી ઉમારામ છાબા વિરુદ્ધ બ્લેકમેલ કરવાની ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે, વ્યક્તિ થોડાંક દિવસ પહેલાં દુકાને આવ્યો હતો. તેણે મિર્ચી વડામાંથી મરેલી ગરોળી નીકળવાનો આરોપ લગાવીને વીડિયો બનાવીને બદનામ કરવાની ધમકી આપી હતી.

દુકાન સંચાલક અભિ પરિહારનું કહેવું છે કે, અમારે ત્યાં મિર્ચી વડા બનાવવાની પ્રોસેસ એકદમ સાફ છે. મિર્ચી વડાનો મસાલો ત્રણ-ચારવાર હાથ ધોઈને બનાવવામાં આવે છે. બટેકાને સારી રીતે છૂંદવામાં આવે છે. આ પછી અન્ય વ્યક્તિ તેમાં મસાલા નાખે છે. ત્રીજો વ્યક્તિ તેના હાથથી સારી રીતે મિક્સ કરે છે. એવામાં જો ગરોળી પહેલાંથી મસાલામાં મળી હોય તો તે પણ છૂંદાઈ ગઈ હોત. જોકે, વીડિયોમાં ગરોળી એકદમ સલામત જોવા મળી રહી છે.

દુકાનદારનું કહેવું છે કે, ‘‘ઉમારામ છાબા જે સમયે દુકાનમાં આવ્યો ત્યારે તે દારૂના નશામાં હતો. તેણે મને બ્લેકમેલ કર્યો અને 20 હજાર રૂપિયા માંગ્યા હતાં. જ્યારે રૂપિયા આપવાની ના પાડી તો તેણે ખોટો વીડિયો બનાવીને વાઇરલ કરી દીધો હતો. મહામંદિર પોલીસ હવે આ અંગે તપાસ કરી રહી છે.’’

You cannot copy content of this page