Only Gujarat

National

આ તે કેવો દીકરો? નીચેના માળે રહેતી સગી જનેતાની ખબર પણ ન લઈ શક્યો

નવી દિલ્હીઃ આજના કળયુગમાં માણસ સંબંધોથી દૂર ભાગી રહ્યો છે. આજે દરેક વ્યક્તિ પોતાના સ્વાર્થમાં પરિવારને ભૂલી રહ્યો છે. એક વૃદ્ધ માતા પોતાના દીકરાના ઘરથી અમુક ડગલા દૂર દમ તોડી દે છે છતાં દીકરાને આ અંગે જાણ થતી નથી તે વૃદ્ધ મહિલાની લાશ 3 દિવસ સુધી ઘરમાં સડતી રહી પરંતુ આ અંગે કોઈને જાણ જ ના થઈ. 80 વર્ષીય માતા પોતાના દીકરાની નજીક રહેવા છતાં તે દૂર જતી રહી હોવાની તેને જાણ ના થઈ. દિલ્હીની આ શરમજનક ઘટના પર હવે દિલ્હી મહિલા આયોગે રિપોર્ટ માગી છે.

પોલીસે જણાવ્યું કે, 3 દિવસ અગાઉ માલવીય નગરના એક ઘરમાં લાશ હોવાની સૂચના મળી હતી. આ સમયે પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા બાદ બિલ્ડિંગના બીજા માળે 80 વર્ષીય મહિલા રાજ રાનીની લાશ રૂમમાં પડી હતી. લાશ 3 દિવસથી ઘરમાં પડી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, વડીલ મહિલાનો દીકરો તે જ બિલ્ડિંગમાં ચોથા માળે રહે છે પરંતુ તેને પણ પોતાની માતાના નિધનની જાણ 3 દિવસ બાદ જ થઈ હતી.

પોલીસે તપાસ આગળ વધારી અને દીકરા સાથે પૂછપરછ કર તો દીકરાએ જણાવ્યું કે, તે 2-3 દિવસથી શહેરમાં નહોતો. પરંતુ તેની પોલ ખુલી ગઈ કારણ કે તે શહેરમાં જ હતો. પોલીસે વૃદ્ધ મહિલાનું મોત કુદરતી હોવાનું જણાવ્યું અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પરંતુ તમામ લોકો એ વાતના કારણે ચોંક્યા હતા કે કોઈ દીકરા પાસે પોતાની વૃદ્ધ મહિલા માટે જરાય સમય નહીં હોય કે તે દીકરાની રાહ જોતા-જોતા મૃત્યુ પામી. પોલીસે ભલે કુદરતી મોત બાદ કાર્યવાહી પૂર્ણ કરી હોય. પરંતુ દિલ્હી મહિલા આયોગે આ કેસને ગંભીરતાથી લેતા રિપોર્ટ માગી છે.

આયોગે પણ એ જ વાત પર સવાલ ઉઠાવ્યો કે મહિલા જે બિલ્ડિંગમાં રહેતી હતી તેના ચોથા માળે જ દીકરો રહેતો હોવા છતાં 3 દિવસ સુધી કઈ રીતે કોઈને મહિલાના નિધનની કોઈને જાણ જ ના થઈ.

You cannot copy content of this page