Only Gujarat

National TOP STORIES

રસ્તે જતાં મજૂરને વાગી ઠોકરને રાતોરાત બની ગયો કરોડપતિ

મધ્યપ્રદેશનો પન્ના જિલ્લો દુનિયામાં હીરાની નગરીના નામથી દેશ-દુનિયામાં જાણીતો છે. કહેવાય છે કે, ભગવાન જુગલ કિશોરની નગરીમાં ક્યારે કોનું નસીબ ચમકી જાય તેનો અંદાજો લગાડવો મુશ્કેલ હોય છે. જોકે, આના કેટલાય જીવતા જાગતાં ઉદાહરણ પણ છે.

ગયા વર્ષે જુલાઈ મહિનામાં મજૂર આનંદી લાલ કુશવાહને પન્નાની ધરાએ રંકમાંથી રાજા બનાવી દીધા હતાં. તેમને કિંમતી ઉજ્જવલ જેમ ક્વોલિટીનો હીરો મળ્યો હતો. જેની અનુમાનિત કિંમત 50 લાખ રૂપિયા કરતાં પણ વધારે છે. આ એક કેરેટના હીરાની કિંમત 50 લાખ રૂપિયા છે અને જે હીરો મળ્યો તેની કિંમત 10 કેરેટ કરતાં વધારે છે.

પન્નાના રાનીપુરની ઉથલી હીરા ખાણમાંથી મજૂરને આ હીરો ત્યારે મળ્યો હતો તેમને ખોદતી વખતે ઠોકર લાગી હતી. હીરાના મજૂર અને તેના સાથીઓએ હીરો કાર્યાલયમાં જમા કરાવી દીધો હતો.

હવે આ હીરો આગામી ઓક્શનમાં રાખવામાં આવ્યો હતો. જેની બોલી પણ લગાવવામાં આવી હતી. જેમાં હીરાની અસલી કિંમત થઈ હતી. આ પછી તે ઉચ્ચતમ બોલી કરનારાને હીરો કાર્યાલયમાંથી 12 ટકા રકમના ટેક્સ સાથે કાપીને 88 ટકા રકમ અનુસાર આપવામાં આવ્યો હતો.

કોરોના સંક્રમણને લીધે ગયા વર્ષની 25 માર્ચે લોકડાઉન ચાલી રહ્યું હતું. જેવું દેશમાં અનલોક થવાનું શરૂ થયું ત્યારે પન્નામાં ઉથલી હીરાની ખાણમાં કામ શરૂ કરવામાં આવ્યું હતું.

લૉકડાઉન પછી આ પન્ના હીરા કાર્યલયમાં પહેલો હીરો જમા કરાવવામાં આવ્યો હતો. મજૂરનું કહેવું છે કે, ભગવાન જૂગલ કિશોરની તેમના પર કૃપા થઈ છે. પહેલાં પણ આ ખાણમાંથી તેમને 70 સેંટનો હીરો મળ્યો હતો અને હવે તેમને 10.69 કેરેટના કિંમતી હીરો મળ્યો છે.

હીરો મળ્યા પછી મજૂર અને તેમના સાથીઓ ખૂબ જ ખુશ હતા. અંતે પન્નાની રત્નગર્ભા ધરતીએ મજૂરોની મહેનતનું ફળ આપ્યું હતું.

You cannot copy content of this page