Only Gujarat

Bollywood

આદિત્યએ Kissની વાત કરતા જ જુઓ કેવું હતું નેહા કક્કડનું રિએશન

મુંબઈ: નેહા કક્કડ અને આદિત્ય નારાયણ હાલ પોતાના લગ્નને લઇને ખુબ જ ચર્ચામાં રહે છે. બંનેના લગ્નના સમાચાર ઇન્ડિયન આઇડલ 11ના સેટથી વાયરલ થઇ હતી. બંનેના પરિવારની મંજુરી બાદ લગ્નની તારીખ 14 ફેબ્રુઆરી નક્કી થઇ છે. હાલમાં જ નેહા કક્કડના ભાઇ ટોની કક્કડે પણ એક વીડિયો રીલિઝ કરી જણાવ્યું હતું કે 14 ફેબ્રુઆરીએ નેહા અને આદિત્યના લગ્ન થશે. લગ્નની જાહેરાત બાદથી આદિત્ય નારાયણ અને નેહા કક્કડ અવાર નવાર સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. પણ હાલમાં આવેલા સીરિયલના નવા પ્રોમોમાં બંનેના પ્રેમની વધુ એક સાબિતી મળી છે.

હવે શોનો પ્રોમોનો નવો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં આદિત્ય નારાયણ કીસ કરવાની વાત કરી રહ્યો છે. વેલેન્ટાઈન વીકને જોતા પહેલાં તો નેહા કક્કડ કહે છે કે તે કોલેજ નથી ગઈ એટલે રોઝ-ડે, પ્રપોઝ-ડે અને ટેડી-ડે જેવી વસ્તુ જોઈ શકી નથી. ત્યાર પછી આદિત્ય એક ટેડી બિયર નેહા કક્કડને ગિફ્ટ કરે છે.

પછી આદિત્ય કહે છે કે ‘‘જ્યારે તમે અઢી અક્ષર પ્રેમના વાંચી લીધા છે પછી કોલેજ જઈને શુ કરશો. હું તમારી સાથે એક વસ્તુ કરવા માંગું છું. આ પાંચ દિવસમાં એક Kiss Day પણ આવે છે.’’ આ સાંભળીને નેહા કક્કડ શરમાઈ જાય છે.

અન્ય એક વીડિયોમાં લગ્નના સમાચાર વચ્ચે નેહા હાથમાં લાલ બંગડી પહેરેલી નજર આવી રહી છે. આ વીડિયો નેહાએ પોતાનું ગીત યાદ પિયાકી આને લગી ગીત પર લિપસિંક કરતાં બનાવ્યો છે. નેહાના આ વીડિયોને જોતા લાગી રહ્યું છે કે લગ્નની તૈયારીઓ શરૂ થઇ હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સાથે જ નેહાની એક તસવીર પણ સામે આવી છે, આ તસવીરમાં નેહા મેકઅપ કરાવી રહી છે અને તેના હાથમાં ચૂડા છે. નેહાએ આ ફોટો પર કેપ્શન લખ્યું છે કે શૂટ ડે. નેહા અને આદિત્યના લગ્ન અંગે ઉદિત નારાયણનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે બંને બચ્ચે પહેલા પણ સાથે જોડી બની છે. ટીવી પર પણ સતત ન્યૂઝ આવી રહ્યાં છે, મને નેહા ખુબ જ પસંદ છે. મને પણ સારું લાગશે જ્યારે ઘરમાં કોઇ ફિમેલ સિંગર આવશે.

વધુમાં ઉદિત નારાયણે કહ્યું કે માત્ર મને જ નહીં નેહા બધાને પસંદ છે. તેણીએ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાના દમ પર પોતાનું નામ બનાવ્યું છે. હું પણ તેના ગીત સાંભળું છું. નેહાએ થોડા દિવસ પહેલા ઇન્ડિયન આઇડલનો એક પ્રોમો વીડિયો પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. જેના કેપ્શનમાં તેણીએ લખ્યું હતું કે ‘નેહુ કી શાદી આદી કે સાથે, મમ્મી-પપ્પા કરવા કર હી માનેંગે આદી ઔર મેરી શાદી’

ઇન્ડિયન આઇડલના મંચ પર નેહા કક્કડ અને આદિત્ય નારાયણના લગ્નની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે પરંતુ તે પહેલા નેહાના હાથમાં લાલ બંગડી જોઇ તેના ફેન્સ હેરાન છે. ખરેખર નેહા અને આદિત્ય સાથે મળી ગોવામાં એક ગીતનું શૂટિંગ કરી રહ્યાં છે. જેમાં નેહા અને તેના ભાઇ ટોની કક્કડે અવાજ આપ્યો છે. ગીતમાં આદિત્ય નેહાની સાથે રોમાંસ કરતો નજરે પડશે. શોમાં નેહા અને આદિત્યના લગ્નનો એક ફોર્મેટ ચાલી રહ્યો છે. હવે આ શોની ટીઆરપી માટે દેખાડવામાં આવી રહ્યું છે કે પછી ખરેખર બંને 14 ફેબ્રુઆરીએ લગ્ન કરશે તે જોવું રહ્યું.


ઉલ્લેખનીય છે કે નેહા અને આદિત્યના લગ્નનો આ કિસ્સો એક મજાક તરીકે શરૂ થયો હતો. હવે જોવું એ રહ્યું કે નેહા ખરેખર નારાયણ પરિવારની વહુ બનીને આવે છે કે પછી શો ખતમ થયા બાદ આ કિસ્સો પણ ખતમ થઇ જશે.

You cannot copy content of this page