Only Gujarat

Bollywood

શું તમે જોયો મંદિરે દર્શન કરવા ગયેલી જાનવી કપૂરનો સિમ્પલ લૂક?

મુંબઈ: માતા શ્રીદેવીની જેમ જ તેની પુત્રી જાનવી કપૂર પોતાની સાદગી માટે ચર્ચામાં રહે છે. બોલીવૂડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાનવી કપૂરનો એક અલગ અંદાજ જોવા મળ્યો. બોલીવૂડ એક્ટ્રેસ જાનવી કપૂર મોર્ડન હોવાની સાથે પોતાની સંસ્કૃતિ સાથે પણ જોડાયેલી છે. જાનવી કપૂર સોમવારે સવારી વીઆઇપી બ્રેક દરમિયાન આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં દર્શન કરવા પહોંચી હતી. તિરુપતિ દર્શન દરમિયાન જાનવી કપૂરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો પોતાના ફેન્સ માટે શેર કરી છે. આ તસવીરોમાં જાનવી કપૂર એકદમ ભારતીય સંસ્કૃતિમાં સજ્જ હોય તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ધડક બાદ હાલ જાનવી કપૂર ઝોયા અખ્તરની નેટફ્લિક્સ સીરિઝ ઘોસ્ટ સ્ટોરીઝમાં નજરે પડશે.

ખાસ વાત તો એ છે કે જાનવી કપૂર ઉઘાડા પગે અંદાજે 12 કિમી પર્વત પર ચઢી તિરુપતિ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી હતી. ઉઘાડા પગે આટલું ચાલવાને કારણે જાનવી કપૂર થાકી હોવાનું તસવીરોમાં સ્પષ્ટ જોઇ શકાય છે.

જાનવી કપૂરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, આ ફોટોમાં જાનવી કપૂર મંદિર દર્શન કરી વખતે રસ્તામાં આરામ કરતી નજરે પડી હતી.

જાનવી વ્હાઇટ સલવાર કમીઝમાં તિરુપતિ મંદિર દર્શન કરવા પહોંચી, વ્હાઇટ સલવાર સૂટની સાથે જાનવીએ પીળા રંગનો દુપટ્ટો લગાવ્યો હતો. આ સિમ્પલ કપડામાં ફેન્સને ફરી એકવાર શ્રીદેવીની ઝલક જોવા મળી હતી.

બીજી એક તસવીરમાં જાનવી કપૂર પોતાના મિત્ર સાથે સોફા પર આરામ કરતી નજર આવી રહી છે. આ તસવીરમાં જાનવી કપૂરે કેપ્શનમાં તિરુમાલા, આંધ્રપ્રદેશ, ઇન્ડિયા લખ્યું છે. એટલે કે તિરુપતિમાં દર્શન કરી તે થાકી ગઇ હોવાથી આરામ કરી રહી છે.

જાનવી કપૂરની હાલના કામની વાત કરીએ તો તેની પાસે હાલ અનેક ફિલ્મો છે, જાનવી ટૂંક સમયમાં જ ગુંજન સક્સેનામાં નજર આવનાર છે. આ ફિલ્મમાં જાનવી કપૂર એક ફાઇટર પાયલટની ભૂમિકામાં નજરે પડશે, ફિલ્મના અનેક પોસ્ટ રીલિઝ થઇ ચૂક્યા છે અને જાનવી કપૂર આ રોલ માટે યોગ્ય અભિનેત્રી હોય તેમ પણ લાગી રહ્યું છે.

આ સિવાય જાનવી રાજકુમાર રાવ સાથે રુહી અફજામાં પણ દેખાશે, જાનવી કરણ જોહરના નિર્દેશનમાં બનનારી તખ્તમાં પણ મહત્વના રોલ કરતી જોવા મળશે, તો જાનવી આ ફિલ્મો સિવાય દોસ્તાનાની સીક્વલમાં કાર્તિક આર્યન સાથે કામ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે જાનવી કપૂર લેજન્ડ અભિનેત્રી શ્રીદેવીની દિકરી છે, જાનવીના પિતા બોની કપૂર બોલીવૂડના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર છે. જાનવી કપૂરે વર્ષ 2018માં ધડક ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. જો કે ફિલ્મ રીલિઝ થયાને થોડા દિવસ પહેલા જ તેની માતા શ્રીદેવીનું મૃત્યું થયું હતું. ધડક ફિલ્મને સારી એવી સફળતા પણ મળી હતી. જેમાં ધડક કામ કરવા બદલ જાનવી કપૂરને ઝી સીને એવોર્ડ ફોર બેસ્ટ ફિમેલ ડેબ્યુનો એવોર્ડ મળ્યો હતો.

You cannot copy content of this page