Only Gujarat

National

‘વ્હાઇટ’ અને ‘બ્લેક’ કોડવર્ડથી ચાલતું સેક્સ રેકેટ, પોલીસ પણ ચોંકી

લખનઉ: તાજનગરી આગ્રાની હોટલોમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ થયો છે, દેહવ્યાપાર માટે કોડવર્ડનો ઉપયોગ થતો હતો. દલાલોના વ્હોટ્સએપ ચેટિંગથી તેનો પર્દાફાશ થયો છે. પોલીસને જે જાણકારી મળી છે તે ખુબ જ ચોંકાવનારી છે. આ રેકેટ ચલાવનારા લોકો યુવતીઓને બોલાવવા માટે અલગ-અલગ કોડવર્ડનો ઉપયોગ કરતાં હતા. પોલીસે હાલ તપાસ હાથ ધરી છે કે આ સેક્સ રેકેટમાં કોણ કોણ સામેલ છે.

ફતેહબાદ રોડ સ્થિત હોટેલ તાજ હેવનમાં ત્રણ ફેબ્રુઆરીએ દરોડા પાડી પોલીસે ઉઝબેકિસ્તાનની ત્રણ, નેપાળની એક અને દિલ્હીની એક યુવતીને પકડી હતી. આ સિવાય બે દલાલ બાગ મુઝફ્ફર નિવાસ રાહુલ કુશવાહા અને તાજગંજમાં ભાડાના મકાનમાં રહેતા અમિતની ધરપકડ કરી. આ દલાલ દિલ્હી, મુંબઇની યુવતીઓને બોલાવવા માટે મેસેજ કરતાં હતા, જેમાં બ્લેક રમ મોકલી દો, રશિયા, ઉઝબેકિસ્તાન અને નેપાળની યુવતીઓ માટે વ્હાઇટ રમ નામના કોડવર્ડનો ઉપયોગ કરતાં હતા.

પોલીસ સૂત્રોનું કહેવું છે કે અમિતના મોબાઇલમાં ફિરોઝાબાદના એક ગ્રાહક સાથે વાતચીત કરી હતી, જેમાં લખ્યું હતું કે તમને બ્લેક રમ કેવી લાગી ? જેના જવાબમાં શાનદાર લખ્યું હતું. ત્યારબાદ દલાલે મેસેજ કર્યો કે તમે કહો તો હવે વ્હાઇટ રમ મોકલી આપું, બસ થોડું પેમેન્ટ વધુ થશે. યુવતીઓ અનેક દલાલના સંપર્કમાં રહેતી હતી. તેઓ વોટ્સએપ પર જ પોતાની બૂકિંગ તમામ દલાલને મોકલતી હતી.

પોલીસની તપાસમાં બહાર આવ્યું કે હોટલનો સ્ટાફ પણ દલાલી કરી રહ્યો હતો. આ લોકો હોટેલમાં એકલા રહેતા લોકોને પુછતા હતા કે તેઓને પાર્ટનરની જરૂર તો નથી ને. પોલીસે FIRમાં હોટેલ સંચાલકનું નામ પણ લખ્યું છે. હાલ તે ફરાર છે. તેની ધરપકડ બાદ જાણવા મળશે કે હોટેલના સ્ટાફમાં કોણ કોણ દલાલીનું કામ કરે છે.

એસ પી સિટી બોત્રે રોહન પ્રમોદે જણાવ્યું કે આ એક મોટું રેકેટ હોઇ શકે છે. તપાસમાં સામે આવ્યું કે દેહવ્યાપાર વોટ્સએપ પર કોડવર્ડમાં ચાલી રહ્યું હતું. હાલ ફરાર આરોપીની ધરપકડ તથા ઝડપાયેલા શખ્સો પાસેથી માહિતી મેળવવાની કામગીરી ચાલી રહી છે.

યુવતીઓ પાસેથી વિદેશી કરંસી પણ મળી હતી, તેની પોલીસ તપાસ કરી રહી છે. આ કરંસી ક્યાંથી આવી ? તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ફતેહાબાદ રોડ સ્થિત હોટલ તાજ હેવનમાં દેહવ્યાપારનો પર્દાફાશ થયા બાદ પોલીસની રડાર 25 અન્ય હોટલ આવ્યા છે.

You cannot copy content of this page