Only Gujarat

Bollywood

બોલિવૂડના આ ટોચના સ્ટાર્સે પણ ઠુકરાવેલા પાત્રો અને ફિલ્મો થઈ ચૂકી છે ‘સુપરહિટ’

મુંબઇઃ બોલિવૂડ઼ એક્ટ્રેસ જૂહી ચાવલાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે 90ના દાયકામાં આવેલી ફિલ્મ ‘રાજા હિંદુસ્તાની’ અને ‘દિલ તો પાગલ હૈ’ પહેલા તેને ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેણે આ બંન્ને ફિલ્મોને કરવાની ના પાડી દીધી હતી જેનો પસ્તાવો તેને હજુ પણ થઇ રહ્યો છે. બાદમાં આ બંન્ને ફિલ્મો એક્ટ્રેસ કરિશ્મા કપૂર પાસે ગઇ હતી અને તેના કરિયરને ઉંચાઇ આપી હતી. જોકે આ પ્રથમ વખત નથી જ્યારે કોઇ સ્ટારે કોઇ ફિલ્મ ફગાવી હોય અને અન્ય સ્ટારને એ જ ફિલ્મથી સફળતા મળી હોય.

સલમાન ખાન અને શાહરૂખ ખાનની ફિલ્મ કરણ-અર્જુન એક સુપરહિત ફિલ્મ હતી પરંતુ તમને જાણીને આશ્વર્ય થશે કે સૌ પ્રથમ આ ફિલ્મ અજયને ઓફર કરાઇ હતી પરંતુ તેણે આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

રાજશ્રી પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’એ સલમાન ખાનને સ્ટાર બનાવી દીધો હતો પરંતુ આ ફિલ્મની પ્રથમ પસંદ સલમાન નહોતો. આ માટે ડિરેક્ટરની પ્રથમ પસંદ વિકાસ ભલ્લા હતો જે આજકાલ ટીવી પર સીરિયલ્સમાં દેખાય છે. કોઇ કારણસર વિકાસ ફિલ્મ કરી શક્યો નહી અને  રોલ સલમાન ખાનને મળ્યો હતો.

હમ દીલ દે ચૂકે સનમ માટે કરીના કપૂર સંજય લીલા ભણશાળીની પ્રથમ પસંદ હતી પરંતુ કરીનાએ ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો અને ફિલ્મ ઐશ્વર્યા રાય પાસે આવી હતી. કરીનાએ સંજય લીલા ભણશાળીની મહત્વાકાંક્ષી ફિલ્મ રામલીલા પણ ફગાવી હતી . આ ફિલ્મ ખૂબ હીટ ગઇ અને રણબીર કપૂર અને દીપિકા પાદુકોણના વખાણ થયા હતા.

સૈફઅલી ખાનની ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ઠુકરાવી હતી. સૈફઅલીએ કહ્યુ કે, તે લવર બોય લાગતો નથી બાદમાં આ ફિલ્મ શાહરૂખના ફાળે આવી અને તેને એવરગ્રીન લવર બોય બનાવી દીધો હતો.

રીતિક રોશને દિલ ચાહતા હૈમાં આમિર ખાનના પાત્રને એમ કહીને ફગાવી દીધું હતું તે કે મલ્ટી સ્ટારર ફિલ્મ કરતો નથી. જોકે, આમિર પણ મલ્ટી સ્ટારર ફિલ્મ કરતો નથી પરંતુ તેણે આ પાત્ર ગમ્યું અને તેણે ફિલ્મ માટે હા પાડી દીધી. આ ફિલ્મને યાદગાર માનવામાં આવે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page