Only Gujarat

Bollywood FEATURED

કંગના રનૌતના ઘરમાં ભાઈના લગ્નની વાગી શરણાઈ, બહેને ભાઈને લગાવી હલ્દી, જુઓ તસવીરો

મુંબઈઃ કંગના રનોટ ભલે હાલ ઘણા વિવાદોમાં હોય, પરંતુ હાલ તેના ઘરમાં ખુશીનો માહોલ છે. વાસ્તવમાં કંગનાના ભાઈ અક્ષતના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. કંગનાએ આ વિધિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું હતું કે- ‘બધાઈ એક હિમાચલી પરંપરા છે. જેમાં મામાના ઘરે લગ્નનું પ્રથમ આમંત્રણ મોકલીને શરૂ કરવામા આવે છે.

ત્યાર બાદ અન્ય લોકોને આમંત્રણ પાઠવવામાં આવે છે.’ ઉલ્લેખનીય છે કે, કંગનાના ભાઈ અક્ષતના લગ્ન નવેમ્બરમાં થશે. કંગનાના ભાઈના લગ્ન વિધિઓની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

કંગનાની મોટી બહેન રંગોલી પણ જોવા મળી….
કંગનાએ શેર કરેલા વીડિયોમાં પરિવારજનો હિમાચલી ગીતો સાથે અક્ષતને હલ્દી લગાવતા જોવા મળે છે. આ દરમિયાન કંગનાની મોટી બહેન રંગોલી ચંદેલ પણ જોવા મળી રહી છે. કંગના પોતે આ વિધિને એન્જોય કરતી જોવા મળી હતી.

ભાઈના લગ્નની વિધિઓના અમુક દિવસ પહેલા સુધી કંગના પોતાની અપકમિંગ ફિલ્મ ‘થલાઈવી’ના શૂટિંગ માટે હૈદરાબાદમાં હતી. થલાઈવીના સેટ પરથી અમુક તસવીરો કંગનાએ શેર કરી હતી.

‘થલાઈવી’ બાદ કંગનાએ ‘તેજસ’ અને ‘ધાકડ’ માટે ટ્રેનિંગની શરૂઆત કરી દીધી છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. કંગના વિરુદ્ધ તાજેતરમાં જ હિંદુ-મુસ્લિમ વચ્ચે ભાગલા પાડવાના આરોપ હેઠળ 2 એફઆઈઆર નોંધવામાં આવી છે.

You cannot copy content of this page