Only Gujarat

Bollywood

કરોડો રૂપિયા હોવા છતાં પણ આ નાના ફ્લેટમાં સલમાન ખાન પરિવાર સાથે રહે છે, જાણો કેમ

મુંબઇઃ ભાઇજાન, દબંગ ખાન જેવા નામથી ઓળખાતા સલમાન ખાનના ફેન ખૂબ વધારે છે. ફેન્સ તેની ફિલ્મોને ખૂબ પસંદ કરે છે. સલમાન ખાનની ફિલ્મો બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરે છે.સલમાન ખાન પાસે આટલા કરોડો રૂપિયા હોવા છતાં બાંદ્રાના નાના  ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પોતાના પરિવાર સાથે રહે છે. સલમાન ખાને તાજેતરમાં જ જણાવ્યું હતું કે તે કેમ આ નાના ઘરને છોડવા માંગતો નથી.

સલમાન ખાને તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં ગેલેક્સી એપાર્ટમેન્ટને લઇને કહ્યું હતું કે ગેલેક્સી એપાર્ટમેન્ટ તેના દિલની નજીક છે. તે કોઇ મોટા અને લક્ઝરી બંગલામાં રહેવાના બદલે આ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેવાનું વધુ પસંદ કરે છે.

આ અંગે સલમાન જણાવે છે કે આ એપાર્ટમેન્ટમાં તે પોતાના માતાપિતા સાથે રહે છે. તેનું બાળપણ અહી વિત્યું છે. તેણે અહી અનેક મસ્તી કરી છે. એટલા માટે તેને આ એપાર્ટમેન્ટ છોડવાનો વિચાર આવતો નથી.

એક્ટર કહે છે કે તેની આખી બિલ્ડિંગ એક પરિવારની જેમ રહે છે. સલમાન જ્યારે નાનો હતો ત્યારથી તે તમામ એકસાથે બિલ્ડિંગમાં રમતા હતા. આ દરમિયાન તેમના પરિવાર પાસે બીજું કોઇ ઘર નહોતું.

સલમાન કહે છે કે તેની બિલ્ડિંગમાં તમામ લોકો ખૂબ સારા છે અને એક પરિવારની જેમ રહે છે. સલમાન કોઇ પણ સમયે ગમે તેના ઘરે જમી શકે છે. ગેલેક્સી એપાર્ટમેન્ટ સાથે જોડાયેલી તેની અનેક યાદો છે.

આ અગાઉ સલમાનના પિતા સલીમ ખાને પણ ગેલેક્સી એપાર્ટમેન્ટને લઇને અનેકવાર પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.સલમાન ખાન હાલમાં રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઇનું શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું ડિરેક્શન પ્રભુ દેવા કરી રહ્યા છે.

આ ફિલ્મમાં સલમાન દિશા પટણી સાથે રોમાન્સ કરતો જોવા મળશે. દિશા પટણી આ અગાઉ સલમાન સાથે ફિલ્મ ભારતમાં જોવા મળી હતી. પરંતુ હાલમાં કોરોનાના કારણે રાધે ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યુ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page