Only Gujarat

Bollywood

સંજય દત્ત પગ પકડીને હળવે હળવે માલિશ કરવા લાગ્યો, લોકોએ કહ્યું- ‘લગે રહો મુન્નાભાઈ’

કહેવાય છે કે વ્યક્તિ ગમે તેટલો મોટો માણસ બની જાય, ગમે તેટલા પૈસા અને પાવર આવી જાય, પણ ઘરમાં તેને પત્ની સામે ઝૂકવું જ પડે છે. દરેક ઘરમાં પત્નીનું જ ચાલતું હોય છે. અને સ્ત્રીઓનું ચાલવું જ જોઈએ, કેમ કે દરેક સફળ માણસ પાછળ એક સ્ત્રીનો જ હાથ હોય છે. પોતાની પત્નીની ક્યારેક ક્યારેક સેવા કરવી સંબંધોને વધુ મધુર બનાવે છે. બોલિવૂડ અભિનેતા સંજય દત્ત હાલમાં પત્ની માન્યતાની સેવા કરતો જોવા મળ્યો હતો.

 

સંજય દત્ત અને પત્ની માન્યતાએ હાલમાં તેમની 14મી મેરેજ એનિવર્સરી ઉજવી હતી. આ તકે માન્યતાએ પતિ સંજય દત્તને ખાસ અંદાજમાં શુભેચ્છા આપી હતી. માન્યતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં સંજય દત્ત પ્રેમથી પત્નીના પગ દબાવતો જોવા મળી રહ્યો હતો.

 

આ વીડિયો શેર કરતા માન્યતાએ કેપ્શનમાં લખ્યું- “જે દિવસ તમારી સાથે વિતાવ્યો એ બેસ્ટ છે. તમે જે છો એ માટે તમને પ્રેમ કરું છું. મેરેજ એનિવર્સરીની શુભેચ્છા.”

 

માન્યતા અને સંજય દત્તનો આ વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો છે. લોકો પણ ખૂબ મજા લઈ રહ્યા છે. વીડિયો પર એકથી એક ફની કમેન્ટ આવી રહી છે. એક યુઝરે લખ્યું- “લગે રહો મુન્નાભાઈ” , જ્યારે બીજા યુધરે લખ્યું- “લાગે છે ભાઈ ફુલ નાશામાં છે.” પછી એક કમેન્ટ આવે છે- “માણસ ગમે તેટલો મોટો થઈ જાય, રહે તો જોરુનો ગુલામ જ.”

 

નોંધનીય છે કે સંજય દત્તે માન્યતા સાથે 2008માં ત્રીજા લગ્ન કર્યા હતા. તેની પહેલી પત્ની ઋચા શર્માનું કેન્સરથી મોત થયું હતું. જ્યારે બીજી પત્ની રિયા પિલ્લઈ સાથે ડિવોર્સ થઈ ગયા હતા. માન્યતાનું અસલી નામ દિલનવાજ શેખ છે. માન્યતાએ ફિલ્મોમાં અભિનેત્રી બનવા આવી હતી, જોકે કોઈ ખાસ રોલ ન મળતાં તેણે બી ગ્રેડ ફિલ્મોમાં કામ કરવું પડ્યું હતું.

 

 

સંજય અને માન્યતાની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. બંને વચ્ચેની દોસ્તી જલ્દી લગ્નમાં પરિણમી હતી. કપલે ગોવામાં લગ્ન કરી લીધા હતા. આજે કપલના લગ્નને 14 વર્ષ થઈ ગયા છે અને બંને વચ્ચે ઉંડો પ્રેમ જળવાયેલો છે.

You cannot copy content of this page