Only Gujarat

Bollywood FEATURED

બોલિવૂડના આ એક્ટરની દીકરીની હોટનેસ આગળ જાહન્વી ને સારા અલી લાગે સાવ ફિક્કા ફસ્સ!

મુંબઈઃ ‘આશિકી’, ‘ખિલાડી’, ‘જો જીતા વહી સિકંદર’, ‘કભી હાં કભી ના’, ‘અંજામ’ જેવી ફિલ્મ્સમાં જોવા મળી ચૂકેલા દીપક તિજોરી હાલ ફિલ્મ જગતથી દૂર છે. જોકે તેમની દીકરી સમારા તિજારી હાલ ઘણી ચર્ચામાં રહે છે. જોકે તેનું કારણ ફિલ્મ્સ નહીં પણ સોશિયલ મીડિયા છે.

એક બાજુ સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન છે તો બીજી તરફ શ્રીદેવીની દીકરી જાહન્વી પરંતુ હોટનેસ અને સુંદરતા મામલે સમારા બંનેને ટક્કર આપે તેટલી સક્ષમ છે. દીપકની દીકરી સમારા હાલ 24 વર્ષની છે.

પિતાની જેમ સમારા પણ એક્ટિંગ વર્લ્ડમાં એન્ટ્રી કરવા માગે છે. તેની એક શોર્ટ ફિલ્મ ‘ગ્રેન્ડ પ્લાન’ રીલિઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં સમારાએ ઘણા હોટ સીન્સ આપ્યા હતા. એક સીનમાં તે બિન્દાસ્ત અંદાજમાં સિગરેટ પીતી જોવા મળી હતી. આ ઉપરાંત એક સીનમાં કો-એક્ટર સાથે જબરદસ્ત લિપ-લૉક પણ કર્યું હતું.

સમારાએ ડિરેક્ટર રોહિત ધવનને ‘ઢિશૂમ’(2016)માં આસિસ્ટ પણ કર્યું છે. સમારા ઘણીવાર પોતાની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં રહે છે. સમારા તે સમયે ચર્ચામાં આવી હતી જ્યારે તેના પિતા દીપક તિજોરી અને માતા શિવાની વચ્ચે અણબનાવના અહેવાલ સામે આવ્યા હતા અને શિવાનીએ દીપકને ઘરમાંથી કાઢી મૂક્યો હતો.

બાળપણમાં સમારાનું અપહરણ થયું હતું જોકે તે હેમખેમ બચી ગઈ. તે સમયે સમારા 13 વર્ષની હતી. સમારાને એક્ટિંગમાં રસ છે અને આ ક્ષેત્રે આગળ વધવા માગે છે. સમારાનો એક ભાઈ કરણ તિજોરી છે.

You cannot copy content of this page