Only Gujarat

Gujarat

આ DCP સિવિલ ડ્રેસમાં અમદાવાદમાં લટાર મારવા નિકળ્યા, જાણો પછી શું થયું?

અમદાવાદના સરખેજ જુહાપુરા વિસ્તારનો પણ જેમાં સમાવેશ થાય છે તે ઝોન -7 ના DCP પ્રેમસુખ ડેલુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં DCPનો અવાજ સંભળાય છે જેમાં તે કહી રહ્યા છે કે, હું તો લોકોને મળવા માટે જ આવ્યો છુ. હું નોર્મંલી લોકો સાથે વાતચીત કરવા માટે અને હાલચાલ પુછવા માટે ઘણી વાર આ રીતે બહાર નિકળતો હોઉ છું.

લોકો માટે સારું કામ કરી રહ્યા હોઈએ ત્યારે લોકોની વચ્ચે જવામાં કોઇ વાતનો ડર રાખવો જોઇએ નહી. ફૂટ પેટ્રોલિંગ કરીને વિસ્તારમાં વધુમાં વધુ ધ્યાન રાખીએ છીએ. હું લોકોને સામે ચાલીને કોઇ તકલીફ હોયતો અમારી પાસે આવો એમ જણાવું છું.

પ્રાપ્ત માહિતી મુજબ DCP સાદા ડ્રેસમાં પોતાના વિસ્તારની હકિકત જાણવા નિકળ્યા હતા પરંતુ લોકોએ ઓળખી લીધા હતા. કેટલાક તો ડીસીપી સામે ચાલીને લોકો પાસે આવે એ વાત જ માનવા તૈયાર ન હતા. ધીમે ધીમે એક પછી લોકો તેમની નજીક આવી ગયા હતા. વીડિયોમાં કેટલાક વાહનચાલકો પણ ડીસીપીને જોઇને હાથ મિલાવતા જોવા મળે છે.

DCPના ફરજ વિસ્તાર જુહાપુરા-સરખેજ વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી ખંડણી, ગુંડાગીરી, વીજ ચોરી,ગેરકાયદેસર કબ્જો કરતી વિવિધ ગેંગો અને તેમના આકાઓ પર કાર્યવાહી કરીને જેલ ભેગા કરવામાં તેમની આ કાર્યશૈલી ખૂબજ કામ આવી છે. તેઓ માને છે કે કયારેક સ્થાનિક લોકો માથાભારે તત્વો વિરુધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા કે માહિતી આપતા ડરતા હોય છે આથી લોકો પાસેથી સ્થળ પર જ માહિતી જાણવી જરુરી હોય છે. પોલીસે ઓફિસરે પણ લોકોના સુખ દૂખ જાણવા સ્પોટ ઉપર જાતે જવું જરુરી હોય છે.

પ્રેમસુખ ડેલુ 2015માં IPS થયા હતા
રાજસ્થાનના બિકાનેરના નાનકડા રાશીસર ગામના વતની પ્રેમસુખ ડેલુ ૨૦૧૫માં યુપીએસસી પરીક્ષા પાસ કરીને આઇપીએસ બન્યા હતા. હૈદરાબાદમાં ટ્રેઇનિંગ પછી સાબરકાંઠામાં પ્રોબેશનલ બેઝ પર એસીપી તરીકે નિમણુંક થઇ. ત્યાર પછી અમરેલીમાં ACP તરીકે રેગ્યુલર પોસ્ટિંગ થયું. ૩ ઓગસ્ટ ૨૦૨૦થી અમદાવાદ ઝોન-૭માં DCP તરીકે ફરજ ફરજ બજાવે છે. ૨૦૧૯માં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પરેડ યોજાઇ તેમાં તેઓ પરેડ કમાંડર હતા. તેમને પ્રેજીડેન્ટ કલર્સ પણ મેળવ્યું છે. સામાન્ય રીતે આ સન્માન પેરા મીલીટરી ને જ રાષ્ટ્રપતિ આપે છે.

You cannot copy content of this page