Only Gujarat

National

ગેંગસ્ટર રમતો હતો 500 ને 2000ની નોટોના બંડલ સાથે, પોલીસની પડી નજર અને…

મુંબઈઃ મુંબઈના ડોંગરી વિસ્તારમાં રહેતા ગેંગસ્ટરે સો.મીડિયામાં લાખો રૂપિયાની સાથે એક વીડિયો શૅર કર્યો હતો. વીડિયો વાઈરલ થતાં તે મુંબઈ પોલીસની પાસે આવ્યો હતો. જોકે, પોલીસે તરત જ ગેંગસ્ટરને સમન્સ પાઠવીને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. હવે તેણે તેની પાસે આ લાખો રૂપિયા ક્યાંથી આવ્યા તેની પૂરી માહિતી આપવાની છે.

શું છે વાઈરલ વીડિયોમાં? સો.મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો છે, તેમાં એક વ્યક્તિના ખોળામાં બાળક બેઠું છું. તેની ચારે બાજુ 500 તથા 2000ની નોટની થપ્પીઓ છે. આટલું જ નહીં બાળકના હાથમાં પણ પૈસાના બંડલ છે. આ વીડિયો જોઈને તમામને નવાઈ લાગી કે આખરે કોઈની પાસે આટલા બધા પૈસા કેવી રીતે અને ક્યાંથી આવી શકે છે.

ગેંગસ્ટરને પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યોઃ પોલીસે જ્યારે આ વીડિયોની તપાસ કરી તો તેમને આ મુંબઈના ડોંગરી વિસ્તારમાં રહેતો શાતિર ગુનેગાર શમ્સ સૈયદનો હોવાની જાણ થઈ હતી. મુંબઈ પોલીસના મતે, શમ્સ સૈયાદ પર મુંબઈના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ હેઠળ કેસ થયેલો છે.

10થી વધુ કેસઃ મુંબઈ પોલીસના ડીસીપી એન ચૈતન્યે કહ્યું હતુ કે તેમણે આ વીડિયો અંગે નોટિસ ફટકારી છે. જે વ્યક્તિ વીડિયોમાં જોવા મળ્યો છે, તેની પાસે જવાબ માગવામાં આવ્યો છે કે તેની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા. ગેંગસ્ટર શમ્સ સૈયદ વિરુદ્ધ આખા મુંબઈમાં 10થી વધુ કેસ નોંધાયેલા છે. એક કેસ હત્યાના પ્રયાસનો પણ છે.

You cannot copy content of this page