Only Gujarat

Bollywood

આ અભિનેત્રીના પિતાની થઈ ગઈ હતી સાવ આવી હાલત, રસ્તા પર જોવા મળ્યા ભીખ માગતા

મુંબઈઃ 70થી 90ના દાયકામાં ફેમસ બોલિવૂડ ફોટોગ્રાફર જગદીશ માલીની 18 જાન્યુઆરીના રોજ બર્થ એનિવર્સરી છે. તેમનો જન્મ 18 જાન્યુઆરી, 1954માં થયો હતો. તેઓ બોલિવૂડ એક્ટ્રેસ અંતરા માલીના પિતા છે. 13 મે, 2013ના રોજ તેમનું અવસાન થયું હતું.

રેખાની સુંદરતાને કેમેરામાં કંડારી હતીઃ જગદીશ માલીને નાનપણથી જ ભણવું ગમતું નહીં. તે પ્રોફેશનલ ફોટોગ્રાફર બનવાના સપના જોતો હતો. જગદીશ 80-90ના દાયકામાં પોતાની બેસ્ટ ફોટોગ્રાફી માટે જાણીતો હતો. 80ના દાયકામાં સિને બ્લિટ્સઝ નામનું બોલિવૂડ મેગેઝિન આવતું હતું. આ મેગેઝિનમાં રેખાની એટલી સુંદર તસવીરો છાપી હતી, કે દુનિયા રેખાની સુંદરાતની દિવાની બની હતી. રેખાની સુંદરતા દુનિયા સામે લાવવાનું શ્રેય જગદીશ માલીને જાય છે.

જગદીશ માલીએ અંદાજે 10 વર્ષ સુધી રેખાના વિવિધ ફોટોશૂટ ક્લિક કર્યા હતા. રેખા ઉપરાંત મનિષા કોઈરાલા, ઈરફાન ખાન, અનુપમ ખેર, શબાના આઝમી સહિતના સ્ટાર્સની તસવીરો ક્લિક કરી હતી.

ભીખ માગતા જોવા મળ્યા હતાઃ 2013માં જગદીશ માલી મુંબઈના વર્સોવા વિસ્તારમાં ભીખારીઓની સાથે ભીખ માગતા જોવા મળ્યા હતા. ફાટેલા કપડાં પહેર્યા હતા. બોલિવૂડ એક્ટ્રેસ મિંક બરાર જ્યારે ભિખારીઓને ધાબળા આપતી હતી ત્યારે તેની નજર જગદીશ માલી પર મળી હતી. મિંકે તરત જ તેમને ઓળખી લીધા હતા.

મિંકે જગદીશ માલીને ભોજન કરાવ્યું અને તેના ભાઈએ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે કોઈ પણ વાતનો જવાબ આપતા નહોતા. મિંકના મતે તે ઘણાં જ ડિસ્ટર્બ હતા. જ્યારે તેણે પૂછ્યું કે તેમને ક્યા જવું છે તો તેમણે જવાબ આપ્યો હતો કે સ્ટૂડિયો. જોકે, તેમણે પોતાનો સ્ટૂડિયો વેચી નાખ્યો હતો.

મિંકે ત્યારબાદ સલમાન ખાનને ફોન કર્યો હતો. સલમાને જગદીશને તેમના ઘરે પરત મૂકવા માટે કાર મોકલી હતી. તબિયત ખરાબ થતાં જગદીશને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે માનસિક રીતે બીમાર હતા. દારૂની લતને કારણે ડિપ્રેશનમાં જતા રહ્યા હતા. અંતે, 13 મે, 2013ના રોજ નિધન થયું હતું.

You cannot copy content of this page