Only Gujarat

Bollywood

બાળકોના સારા ઉછેર માટે બોલીવુડની આ ટૉપ અભિનેત્રીઓએ છોડી દીધું હતું કરિયર

મુંબઈ: માતા બન્યા બાદ મહિલાઓના જીવનમાં ઘણું પરિવર્તન આવે છે. સામાન્ય મહિલાઓની જેમ બોલીવુડ અભિનેત્રીઓ પણ માતા બન્યા બાદ બાળકોને જ પોતાની પહેલી પ્રાથમિકતા સમજે છે. અનેક અભિનેત્રીઓ એવી છે જેમણે પોતાના કરિયરની ટોચ પર હતી ત્યારે માત્ર બાળકોના ઉછેર માટે ફિલ્મોમાંથી બ્રેક લઈ લીધો.

નીતૂ સિંહ
ઋષિ કપૂરની પત્ની અને રણબીર કપૂરની માતા નીતૂ સિંહ ઘણી જ નાની ઉંમરમાં ફિલ્મોમાં આવી ગઈ હતી. 21 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા બાદ નીતૂએ અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું પરંતુ બાળકો થયા બાદ તેમણે બોલીવુડથી અંતર બનાવી લીધું. બાળકો મોટા થતા જ નીતૂએ ફિલ્મોમાં કમબેક કર્યું અને હવે તે અનેક ફિલ્મ પ્રોજેક્ટનો ભાગ છે. નીતૂ કપૂરના બે બાળકો છે રણબીર કપૂર અને રિદ્ધિમા કપૂર.

x

ટ્વિંકલ ખન્ના
ટ્વિંકલ ખન્નાને પોતાના ફિલ્મી કરિયરમાં સારી લોકપ્રિયતા મળી હતી. એક્ટર અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા બાદ ટ્વિંકલે વધુ ફિલ્મો ન કરી અને ઈન્ટીરિયર ડિઝાઈનિંગમાં પોતાનું કરિયર બનાવ્યું. આમ તો એક્ટ્રેસના ફિલ્મો છોડવાનું એક કારણ હતું કે તેમને ફિલ્મોમાં કોઈ રસ નહોતો. લગ્ન અને બાળકો થયા બાદ ટ્વિંકલ ખન્નાએ પોતાનો તમામ સમય પરિવારને આપી દીધો.

સોનાલી બેન્દ્રે
સોનાલીનું નામ પણ બોલીવુડ અભિનેત્રીઓની એ યાદીમાં આવે છે જેણે પોતાના દીકરાના ઉછેર માટે ફિલ્મી ચકાચૌંધથી અંતર બનાવી લીધું. ગોલ્હી બહલ સાથે લગ્ન કર્યા બાદ સોનાલીએ વધુ કામ નથી કર્યું. જો કે, દીકરો મોટો થતા સોનાલીએ રિયાલિટી શો હોસ્ટ કર્યા અને કેટલીક ફિલ્મોમાં કેમિયો પણ કર્યા.

ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાય બચ્ચન માત્ર ભારતમાં જ નથી પરંતુ આખી દુનિયામાં જાણીતી છે. ઈન્ટરનેશનલ લેવલ પર ઐશ્વર્યાને ઓળખ મળેલ છે. પરંતુ માતા બન્યા બાદ એશે પોતાના કરિયરને વિરામ આપ્યો. કરિયરની બુલંદી પર લગ્નના બંધનમાં બંધાનારી ઐશ્વર્યાને લગ્ન બાદ તેના વધેલા વજન માટે ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી. પરંતુ તેની પરવા કર્યા વગર ઐશ્વર્યાએ આરાધ્યા મોટી ન થાય ત્યાં સુધી કોઈ ફિલ્મ સાઈન નહોતી કરી.

માધુરી દીક્ષિત
90ના દાયકાથી લઈને આજે પણ માધુરીની લોકપ્રિયતામાં કોઈ જ ઓટ નથી આવી. લગ્ન બાદ જ માધુરીએ બોલીવુડને અલવિદા કહી દીધું હતું. બાળકો મોટા થઈ જતા માધુરીએ ફિલ્મોમાં કમબેક કર્યું. હવે તે અનેક ડાન્સ શો જજ કરે છે.

કાજોલ
કાજોલના ઉછેરના વખાણ પહેલા પણ થઈ ચુક્યા છે. આજે પણ કાજોલનું નામ ટોચની અભિનેત્રીઓમાં આવે છે. બાળકો થતા કાજોલે ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. જ્યારે તેના બાળકો સ્કૂલે જવા લાગ્યા ત્યારે તેણે ફિલ્મોમાં કમબેક કર્યું.

You cannot copy content of this page