Only Gujarat

FEATURED National

ગાડીઓમાં 7 રંગોની હોય છે નંબર પ્લેટ, જાણો દરેક રંગનો સાચો મતલબ

તમે દરરોજ રસ્તા પર તમામ પ્રકારનાં વાહન જોતા હશો, તમારી નજર વાહનોમાં લાગેલી અલગ-અલગ રંગોની નંબર પ્લેટ પર જતી હશે. જે બાદ તમે કંન્ફ્યુઝ થઈ જતા હશો. વાસ્તવમાં અલગ અલગ રંગની નંબર પ્લેટનો મતલબ પણ અલગ અલગ હોય છે. આજે અમે તમને દરેક રંગની નંબર પ્લેટ વિશે જણાવવાનાં છીએ.

સફેદ પ્લેટ
સૌથી પહેલાં સફેદ રંગની નંબર પ્લેટની વાત કરીએ, તો પ્લેટ સામાન્ય કારનું પ્રતીક હોય છે. આ વહનનો કોમર્શિયલ યુઝ કરવામાં આવતો નથી. આ પ્લેટ ઉપર કાળા રંગથી નંબર લખવામાં આવે છે. સામાન્ય રીતે લોકો સફેદ રંગ જોઈને સરળતાથી અંદાજો લગાવી શકે છે, કે તે એક પર્સનલ કાર છે.

પીળી પ્લેટ
તમે પીળા રંગવી નંબર પ્લેટને જોઈને સરળતાથી ઓળખી શકો છોકે, તે ટેક્સી છે. પીળી પ્લેટ સામાન્ય રીતે એવા ટ્રકો અને કારોમાં લાગેલી હોય છે, જેનો તમે કોમર્શિયલ ઉપયોગ કરો છો. આ પ્લેટની અંદર પણ કાળા રંગથી લખેલું હોય છે.

વાદળી પ્લેટ
વાદળી રંગની નંબર પ્લેટ એવાં વાહનોમાં જોવા મળે છે, જેનો ઉપયોગ વિદેશી પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવે છે. દિલ્હી જેવા શહેરોમાં તમને આ રંગની નંબર પ્લેટની ગાડીઓ જોવા માટે મળશે. બ્લુ પ્લેટ જણાવે છે કે, વાહન વિદેશી દૂતાવાસનું છે, અથવા યુએનનાં મિશન માટેનું છે. આ વાદળી પ્લેટ પર સફેદ રંગમાં નંબર લખેલા હોય છે.

બ્લેક પ્લેટ
કાળા રંગની પ્લેટવાળી ગાડીઓ પણ સામાન્ય રીતે કોમર્શિયલ વાહન જ હોય છે, પરંતુ તે કોઈ ખાસ વ્યક્તિ માટે હોય છે. આ પ્રકારના વાહનો કોઈ મોટી હોટલમાં દેખાશે. એવી કારોમાં કાળા રંગની નંબર પ્લેટ હોય છે. અને તેની ઉપર પીળા રંગથી નંબર લખેલો હોય છે.

લાલ પ્લેટ
જો કોઈ કારની લાલ નંબર પ્લેટ હોય, તો તે ભારતના રાષ્ટ્રપતિ અથવા રાજ્યના રાજ્યપાલની હોય છે. આ લોકો લાયસન્સ વિના સત્તાવાર વાહનોનો ઉપયોગ કરે છે. આ પ્લેટમાં નંબરો સોનેરી રંગથી લખેલા હોય છે અને આ વાહનોમાં લાલ નંબર પ્લેટ પર અશોકની લાટનું ચિન્હ બનેલું હોય છે.

તીરવાળી નંબર પ્લેટ
સૈન્ય વાહનો માટે વિવિધ નંબરિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા આવા વાહનોને ફાળવવામાં આવે છે. આવી ગાડીના નંબર પ્લેટમાં, નંબરના પહેલા કે ત્રીજા અંકની જગ્યાએ ઉપર તરફ જતું તીરનું નિશાન હોય છે, જેને બ્રોડ એરો કહેવામાં આવે છે. તીર પછીના પ્રથમ બે અંકો એ વર્ષ દર્શાવે છે કે જેમાં આર્મીએ તે વાહન ખરીદ્યું હતું, આ નંબર 11 અંકોનો હોય છે.

You cannot copy content of this page