Only Gujarat

National TOP STORIES

દિયરનાં ભાભી સાથે બંધાંયા આડા સંબંધ તો માતાએ વાંધો ઉઠાવતાં એકના એક પુત્રે માતાના શું કર્યા હાલ?

મધર્સ ડે પહેલા બિહારના બાંકાથી માતા-પુત્રના સંબંધોને શરમજનક બનાવવાનો મામલો સામે આવ્યો છે. પિતરાઈ ભાભી સાથે આડા સંબંધ બાંધેલા એક યુવકે તેની માતાની ગળું દબાવી તેની હત્યા કરી હતી. મળતી માહિતી મુજબ, આ ઘટના બંકાના બેલહર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બેલુતીકર ગામની છે. દીકરાના તેના પિતરાઈ ભાભી સાથે લાંબા સમયથી પ્રેમસંબંધ હતો. જેનો તેની માતા વિરોધ કરી રહી હતી.

શુક્રવારે રાત્રે પણ આ જ બાબતે માતા અને પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે રોષે ભરાયેલા આરોપીએ તેની માતાનું ગળું દબાવ્યું હતું, ત્યારબાદ તેની પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી તેની માતાની હત્યા કરી હતી. વહેલી સવારે ગામલોકોએ પોલીસને આ બાબતની જાણ કરી. પોલીસે આરોપી બજરંગી કુમારની ધરપકડ કરી હતી અને લાશને પોસ્ટ મોર્ટમ માટે બાંકા મોકલી હતી.

પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી. પોલીસે આરોપીને જેલમાં મોકલી આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બજરંગીને તેના પિતરાઇ ભાઈની પત્ની સાથે પ્રેમ સંબંધ અને આડા સંબંધો હતા. માતા પારો દેવી તેનો વિરોધ કરી રહી હતી.

વાત કરી રહ્યો હતો, માતાએ વિરોધ કર્યો
શુક્રવારે રાત્રે પણ આરોપી ભાભી સાથે ફોન પર રાત્રે બે વાગ્યે વાત કરી રહ્યો હતો, ત્યારે માતાએ ઠપકો આપતાં માતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે યુવકે માતાની હત્યા કરી હતી. જ્યારે તેની માતા વહેલી સવાર સુધી ઘરની બહાર ન આવી ત્યારે લોકોને શંકા ગઈ હતી અને લોકો જ્યારે તેના ઘરે ગયા ત્યારે જોયું તો તે મૃત પડી હતી. ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી.

આ બાતમી મળતાની સાથે જ બારાહટ પોલીસ સ્ટેશનનાં અધ્યક્ષ પરીક્ષિત પાસવાન દળ બળ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ખૂની પુત્રની ધરપકડ કરી હતી. બાતમી મળતા બાન્કાના એસડીપીઓ દિનેશચંદ્ર શ્રીવાસ્તવ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મામલાની તપાસ કરી હતી. હત્યારાનાં પિતરાઇ ભાઇ દ્વારા કેસ દાખલ કરાયો હતો.

એક વર્ષ પહેલાં મહિલાને ઘરે લઈને આવ્યો હતો
લોકોએ જણાવ્યું હતું કે બજરંગી એક વર્ષ પહેલા ભાભી સાથે તેના લગ્નની વાત કરતા તેને તેના ઘરે લાવ્યો હતો, પરંતુ ગામની પંચાયત થયા બાદ તેણીને પરત મોકલી દેવામાં આવી હતી. પરંતુ આ બંને વચ્ચે પ્રેમ સંબંધ ચાલુ રહ્યો. મહિલાનો પતિ તેને લઈને દિલ્હી ગયો હતો પરંતુ તેમ છતાં પણ બંને વચ્ચે વાતચીત ચાલુ હતી. આરોપીની ભાભી તેને મળવા માટે દિલ્હીથી અહીં આવતી હતી, જેના કારણે ઘણીવાર તેની અને માતા વચ્ચે ઝગડો થતો હતો. મૃતકને એક પુત્રી અને એક પુત્ર જ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page