Only Gujarat

International TOP STORIES

ભારતમાં જ નહીં વિશ્વના અમીર દેશમાં પણ મફતનું ખાવા માટે લોકો કરે છે પડાપડી

કોરોના વાયરસ રોગચાળાને કારણે દુનિયાનાં ઘણા દેશોની હાલક કથળી ગઈ છે. સૌથી પૈસાદાર દેશોમાં સામેલ સ્વિત્ઝેર્લેન્ડમાં પણ ફ્રી ખાવા માટે લોકો લાઈનમાં લાગેલાં છે. રોયઈટર્સનાં રિપોર્ટ મુજબ, જીનેવામાં શનિવારે એક હજારથી વધારે લોકોએ અહીં લાઈનમાં ઉભા રહીને ખાવાનું લીધુ હતુ.

સ્વિત્ઝર્લેન્ડમાં કોરોનાના 30,305થી વધુ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 1800થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. સ્વિત્ઝર્લેન્ડની વસ્તી માત્ર 86 લાખ છે.

કોરોનાની અસર એ થઈ છે કે જિનેવામાં શનિવારે લોકો એક કિલોમીટર લાંબી લાઇન લગાવીને ફૂડ પેકેટ લેતા જોવા મળ્યા હતા. આ માટે સવારે 5 વાગ્યાથી લોકો લાઇનમાં ઉમટ્યા હતા.

નિકારગુઆથી આવીને જીનેવામાં રહેતા ઈંન્ગ્રિડ બારલાએ કહ્યું કે મહિનાના અંતમાં મારું ખિસ્સું ખાલી થઈ જાય છે. અમારે બીલ, વીમા અને અન્ય વસ્તુઓ માટે પૈસા ચૂકવવા પડે છે. આ ઘણું સારું છેકે, અમને એક અઠવાડિયા માટે ખોરાક મળી ગયો છે. આવતા અઠવાડિયા વિશે ખબર નથી.

2018ના રિપોર્ટ અનુસાર, 86 લાખની વસ્તીવાળા દેશમાં ફક્ત 6.6 લાખ લોકો ગરીબ હતા. ખાસ કરીને સિંગલ માતા-પિતા અને ઓછા શિક્ષિત લોકોને અહીં નોકરી મેળવવામાં મુશ્કેલી પડે છે.

સ્વિસ બેંક યુબીએસ દ્વારા કરવામાં આવેલા આકારણી મુજબ, ત્રણ લોકોનાં પરિવારને રહેવાના હિસાબથી જીનેવા દુનિયાનું બીજા નંબરનું મોંઘુ શહેર છે. જોકે, શહેરમાં રહેતાં લોકોની સરેરાશ આવક સારી છે. પરંતુ મુશ્કેલીનો સામનો કરતાં લોકોને તેનાંથી મદદ મળતી નથી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page