Only Gujarat

International

ભંગારમાં પડેલી આ કીટલીમાં એવું તો શું હતું કે મજૂર રાતોરાત બની ગયો કરોડોપતિ?

કહેવાય છેને કે, ‘દેને વાલે જબ ભી દેતા હૈ, છપ્પર ફાડ કે દેતા હૈ’ કોની કિસ્મત ક્યારે બદલી જાય કોઇ નથી કહી શકતું. નસીબ બદલી દેતી એક ઘટના ઇગ્લેન્ડના એક શ્રમિક સાથે ઘટી છે. 51 વર્ષના આ શખ્સને ક્યાં ખબર હતી કે, વર્ષોથી ભંગારના સામાનમાં એક એવી વસ્તુ પડી છે. જે તેનું નસીબ બદલી દેશે. આ શખ્સના ભંગારના સામાનમાં એક ચાની નાની કિટલી પડી હતી. 15 સેન્ટિમીટર આ નાની કિટલીએ આ વ્યકિતની જિંદગી બદલી નાખી.

આ સામાન્ય દેખાતી કિટલી રાજ પરિવારની હતી. શખ્સના દાદાજીએ તેને બીજા વિશ્વ યુદ્ધ સમયે મેળવી હતી. જો કે કોઇને પણ તેના ઇતિહાસ વિશે ન હતી ખબર, હાલમાં જ જ્યારે આ શખ્સના હાથમાં આ કિટલી લાગી તો તેને વેચવાનો નિર્ણય કર્યો. ત્યારે આ શખ્સને તેના ઇતિહાસની જાણ થઇ. તેના ઇતિહાસની જાણ થયા બાદ તેની હરાજી કરવામાં આવી. હરાજીમાં આ કિટલી 6 કરોડ 64 લાખમાં વેચાઇ. આ વ્યક્તિને હજું પણ તેમના નસીબ પર વિશ્વાસ નથી આવતો.

લોકડાઉન દરમિયાન એક શખ્સને તેમના ઘરના ભંગારના સામાનમાંથી ચાની એક કિટલી મળી. આ કિટલીએ આ વ્યક્તિની જિંદગી બદલી દીધી. તે કિટલી હરાજીમાં 6 કરોડ 64 લાખમાં ખરીદવામાં આવી.

ખૂબ જ સામાન્ય દેખાતી આ કિટલીના ઇતિહાસથી આ શખ્સ અજાણ હતો. દુનિયામાં આ રીતની ચાર જ કિટલી હતી. આ વ્યક્તિના ઘરના ગરેજમાં પડેલી આ કિટલી એક સમયે ચીની રાજાના કિચનની શોભા વધારતી હતી.

માત્ર 15 સેન્ટીમીટરની આ કિટલીની હરાજી 93 લાખથી શરૂ કરાઇ હતી. જો કે 11 મિનિટમાં જ આ કિટલીની બોલી 6 કરોડ પાર થઇ ગઇ.આ કિટલીની હરાજી કરનાર હાંસોંસ ઓક્શનર્સને આશા ન હતી કે, આ કિટલીની કિંમત કરોડોમાં લગાવાશે. તેમને પણ તેમની છેલ્લી બીડ પર આશ્ચર્ય થયું.

હાંસોંસના મત મુજબ આ કિટલી 18મી શતાબ્દીની છે. આ કિટલી ચીની રાજા કિઆંલોંગની હોવાનો દાવો થઇ રહ્યો છે. ત્યાર બાદ સેકેન્ડ વોરના એક સૈનિકે તેને તેમના ઘરે પહોચાડી દીધી. જે ઘરમાં આ કિટલી પહોંચી ત્યાં કોઇને તેની કિંમતનો અંદાજ ન હતો. આ કિટલી ખૂબ જ નાની હોવાથી યુઝ ન હતી થતી, તેથી ભંગારના નકામા સામાન સાથે પડી હતી.

લોકડાઉનમાં ઘરમાં ગેરેજની સફાઇ કરતી વખતે 51 વર્ષના શ્રમિક જેની ઓળખ છુપાવવામાં આવી છે. તેના હાથ આ કિટલી લાગી. તેને વેચવા માટે હાંસોંસનો સંપર્ક કરવામાં આવ્યો. ત્યાર બાદ તેમને જાણ થઇ કે આ કોઇ સામાન્ય કિટલી નથી પરંતુ ઐતિહાસિક છે. જો કે હાંસોંસ કે તેમને એ વાતનો અંદાજ ન હતો કે, આ કિટલી 6 કરોડ 64 લાખમાં વેચાશે. લોકો આ શ્રમિકની બદલતી તકદીર જોઇને દંગ રહી ગયા.

 

You cannot copy content of this page