Only Gujarat

Health

પુરૂષોની આવી ખરાબ આદતો તેમના પાર્ટનરને સહેજ પણ નથી આવતી પસંદ

ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ હોય કે પતિ-પત્ની, દરેક રિલેશનમાં બંને તરફથી પ્રયત્નો થવા જરૂરી છે. જો એક વ્યક્તિ પાછળ રહી જાય છે, તો બીજી વ્યક્તિએ તેની સંભાળ લેવી જોઈએ, અને જો બીજો પાછળ રહી જાય છે, તો પેહલી વ્યક્તિએ જઈને તેની સંભાળ લેવી જોઈએ. આવી જ રીતે કોઈપણ સંબંધ ટકી રહે છે. જો સંબંધની વાત આવે, તો મહિલાઓ તેમના પાર્ટનરમાં કેટલીક બાબતોને ધ્યાનમાં લે છે જેમ કે, વ્યક્તિની વિચારસરણી કેવી છે, તેનો સ્વભાવ, તે અન્ય લોકો સાથે કેવું વર્તન કરે છે વગેરે. સંબંધોની આ બાબતોથી તમારો સંબંધ કાં તો વધુ મજબૂત બને છે અથવા તો તે કમજોર બનતો જાય છે, કારણ કે કેટલીકવાર તમારી અજાણી આદતો પણ સંબંધોમાં ખટાશનું કારણ બની શકે છે, જેને તમારે તરત જ બદલવી જોઈએ. તે કઈ 5 આદતો છે જે મહિલાઓને પસંદ નથી અથવા જેના કારણે તમારા સંબંધો નબળા પડી શકે છે, તેના વિશે જાણીએ. પરંતુ એ પણ ધ્યાનમાં રાખો કે આ પ્રાથમિકતાઓ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે છે.

ઈમોશનલી કનેક્ટેડ ન રહેવું
મહિલાઓ ઘણીવાર ઈચ્છે છે કે તેમનો પાર્ટનર તેમની વાત સાંભળે, તેમને સહાનુભૂતિ આપે અને તેમને ભાવનાત્મક રીતે ટેકો આપે. જ્યારે કેટલાક પુરુષો આ બાબતોને અવગણીને તેમને સમજવાનો પ્રયાસ નથી કરતા અને જ્યારે પણ તેઓ તમારી સાથે કંઈક શેર કરવાનો પ્રયાસ કરે છે તો તેઓ સમજી શકતા નથી, આના કારણે મહિલાઓ નિરાશ થઈ જાય છે. જો પુરૂષો આવું સતત કરે છે તો સંબંધ પણ તૂટી શકે છે. એટલા માટે પુરુષોએ આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને મહિલાઓને ભાવનાત્મક રીતે ટેકો આપવો જોઈએ.

જવાબદારી ગંભીરતાથી લેતા નથી
મહિલાઓ મોટાભાગે તેમના પરિવાર અને ઘરની જવાબદારી પોતાના ખભા પર લઈ લે છે, પરંતુ જો તેમના જીવનસાથીની કોઈ ઘરના કામમાં જરૂર હોય અને જો તેઓ ઘરના કામમાં મદદ ન કરે તો મહિલાઓને તે વસ્તુ પસંદ નથી આવતી. ધારો કે તમે બજારમાં જઈ રહ્યા છો અને તમારો પાર્ટનર તમને કેટલીક વસ્તુઓ લાવવાનું કહે અને જો તમે તેમ કરવાનું ભૂલી જાઓ, તો તમે સારી રીતે જાણો છો કે શું થશે. તમે એ પણ જોયું હશે કે ઘણા લોકો પોતાની પત્નીઓને ઘરના કામમાં મદદ કરે છે અને તેમના સંબંધો કેટલા સારા ચાલે છે.

ટોક્સિક રિલેશન
કોઈપણ સંબંધ પ્રેમ પર ચાલે છે ટોક્સિસિટી પર નહીં. વાસ્તવમાં, કેટલાક પુરુષો શરૂઆતથી જ સ્ટ્રિક્ટ અને ઈમોશન લેસ હોવાનું દર્શાવે છે, જેના કારણે સંબંધો પર નકારાત્મક અસર પડે છે. કેટલીક મહિલાઓને આ પ્રકારનું વર્તન પસંદ નથી આવતું અને તેઓ તમારી સાથે ઈમોશનલી કનેક્ટ નથી થઈ શકતી. તેથી હંમેશા ખુલ્લા રહો અને કોઈપણ પરિસ્થિતિને પ્રેમથી હેન્ડલ કરો. જો તમે આવું નથી કરતા તો તમારા પાર્ટનરને તમારો આવો વ્યયવહાર પસંદ નથી આવતો.

દરેક વાત માટે પાર્ટનરને જવાબદાર ગણવું
ઘણા કિસ્સામાં એવું જોવા મળે છે કે પુરુષો દરેક નિર્ણય માટે મહિલાઓને દોષી ઠેરવે છે અથવા તેમની સાથે એવી રીતે વર્તે છે કે તેઓ કોઈ નિર્ણય લઈ શકતા નથી. જો તમે પણ આવા લોકોમાંથી એક છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. જ્યારે તેમના અનુભવો, વિચારોને અવગણવામાં આવે છે અથવા તેમને અન્ય કરતા ઓછું આંકવામાં આવે છે ત્યારે ઘણી સ્ત્રીઓને તે અપમાનજનક લાગે છે.

You cannot copy content of this page