Only Gujarat

Health

વજન ઓછું કરવું છે? તો બસ શિયાળામાં ભરપૂર ખાવ સીંગ, પછી જુઓ કમાલ

અમદાવાદઃ શિયાળામાં ઘણાં લોકો સીંગ ખાતા હોય છે. સીંગમાં ભરપૂર પ્રોટિન હોય છે અને તેમાં અન્ય પોષક તત્વો પણ છે. આ સાથે જ સીંગથી વજન વધતુ પણ નથી. આજકાલ વધતુ વજન એક સમસ્યા બની ગઈ છે. જો તમારે પણ વજન ઓછું કરવું હોય તો તમે પણ સીંગ ખાવાની શરૂઆત કરો. આજે આપણે જાણીએ કે સીંગ કેવી રીતે ઉપયોગ સાબિત થાય છે.

મેટાબોલિઝ્મ યોગ્ય રહે તે બોડી માટે જરૂરી છે. જે લોકોનું મેટાબોલિઝ્મ યોગ્ય રીતે કામ કરતું નથી તે લોકોનું વજન વધે છે. મેટાબોલિઝ્મ યોગ્ય રીતે કામ ના કરે એટલે શરીરમાં કાર્બોહાઈડ્રેટ વધે છે, જેને કારણે વજન વધે છે.

સીંગ ખાવાથી પેટ ભરેલું રહે છે અને ભૂખ લાગતી નથી. એટલે કે જ્યારે ભૂખ લાગે ત્યારે એકવાર સીંગ ખાવાથી પેટ ભરાઈ જાય છે અને કાર્બોહાઈડ્રેટવાળું પણ ભોજન લેવું પડશે નહીં. આ કારણથી વજન બેલેન્સ રહે છે.

સીંગમાં પ્રોટીન ભરપૂર માત્રમાં હોય છે. આ ઉપરાંત બાયોટીન, તાંબું, પોટેશિયમ, ફોલેટ, નિયાસિન થિયાસિન તથા વિટામિન ઈ જેવા પોષક તત્વો હોય છે. આ તત્વો આપણા શરીરમાં મોનોઅનસેચુરેટેડ ફેટને ઓછું કરે છે. આ ઉપરાંત કેલરી બર્ન પણ કરે છે. આથી જ કહેવાય છે કે વજન ઓછું કરવા માટે સીંગ બેસ્ટ વિકલ્પ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page